તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar િવજ્ઞાનમેળામાં રિઝલ્ટમાં ભૂલનો શિક્ષણ મુખ્ય સચિવ સામે સ્વીકાર

િવજ્ઞાનમેળામાં રિઝલ્ટમાં ભૂલનો શિક્ષણ મુખ્ય સચિવ સામે સ્વીકાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજ્ઞાન મેળામાં અન્યાય થયેલા વિદ્યાર્થી અને તેના સહાધ્યાયીઓ દ્વારા ન્યાય મેળવવા ગાંધી ચિંધ્યા માર્ગે ચળવળ શરૂ કરી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા િવદ્યાર્થીઓને ન્યાય અપાવવા ખાત્રી આપી છતાં ન્યાયના દ્વાર ખુલ્યા નથી ત્યાં આજે ભાવનગર આવેલા શિક્ષણના મુખ્ય સચિવ સમક્ષ પણ આ સંદર્ભે રજૂઆત થતા બી.આર.સી. દ્વારા િરઝલ્ટમાં ભૂલ હોવાનું અધિકારીએ સ્વીકાર્યું હતું. જેથી સચિવે તાત્કાલિક તપાસ કરી બાળકોને ન્યાય આપવા સૂચના આપી હતી.

તાજેતરમાં યોજાયેલા શહેર કક્ષાના િવજ્ઞાન મેળામાં સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે િસલેક્ટ થયાબાદ બાળકને માત્ર બોલવાની ખામીને કારણે શાળા નં.53ના િવદ્યાર્થી અંકિત બારૈયાનું નામ રદ કરવામાં આવતા અંકિતને ન્યાય અપાવવા બાળકો દ્વારા જ શિક્ષણમાં વિઘ્ન ઊભુ ન થાય તેમ ચળવળ શરૂ કરી હતી. આજે ભાવનગરની મુલાકાતે આવેલા રાજ્ય શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ વિનોદરાવને શિક્ષણ સમિતિના સદ્દસ્યો કલ્પેશ મણીયાર અને િનર્મળસિંહ જાડેજાએ સરકીટ હાઉસ ખાતે મળી 14 લાખના ખર્ચે રમત-ગમતના સાધનોમાં ગેરરીતિ, શાળાઓમાં અસુવિધા ઉપરાંત િવજ્ઞાનમેળામાં િવદ્યાર્થીને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરી હતી. િવજ્ઞાનમેળામાં િવદ્યાર્થીને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરી હતી. વિજ્ઞાનમેળામાં બાળક સાથે અન્યાય બાબતે શિક્ષણ સચિવ પણ ચોકી ઉઠ્યા હતા અને આ સંદર્ભે તાત્કાલિક તપાસ કરી બાળકને ન્યાય અપાવવા સૂચના આપી હતી. જ્યારે રિઝલ્ટમાં બીઆરસી દ્વારા ભૂલ થયાનું શાસનાધિકારીએ સચિવને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...