તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંજ ફલેટમાં આગ ભભૂકી વ્યક્તિઓને બચાવી લેવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર . ભાવનગર. 7 માર્ચ

શહેરનાપીરછલ્લા વિસ્તારમાં આવેલ કામદારના ડેલામાં આવેલ કુંઝ ફલેટના પાર્કિંગમાં રહેલ મીટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઉપરના માળે એક ફલેટમાં વ્યક્તિઓ ફસાયા હતા. જેને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે જીવિત બહાર કાઢયા હતા. જોકે ઘટનામાં ગુંગળામણથી બે બાળકોની હાલત ગંભીર બનતા તેઓને સ્કુટર ઉપર તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પીરછલ્લામાં આવેલ કુંઝ ફલેટમાં પાર્કિંગમાં આવેલ ફલેટના મીટરોમાં અને ત્યાંજ આવેલ ઇલેકટ્રીકના ગોડાઉનમાં આગ ભભૂકતા ધુમાડાના ગોટેગોટા ઉડયા હતા. દરમ્યાન ઉપરના માળે આવેલ એક ફલેટમાં બે પુરૂષો ઉપરાંત પ્રીતિબેન, મૈત્રીબેન, ધાર્મિક અને ભવ્ય નામના વ્યક્તિઓ ફસાયા હતા.

જયારે બીજી ઘટનામાં શહેરની કુમુદવાડીના નાંકે આવેલ િવનુભાઇ રાજાણીની માિલકીની બાપા સીતારામ ફરસાણ નામની બે દુકાનોમાં સોમવારે સવારે 8.50 કલાકે આગા લાગી હોવાની પુર્વાગભાઇ અશોકભાઇ નામના વ્યક્તિએ ફાયર િબ્રગેડને ફોન કર્યો હતો.

દરમિયાન આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફરસાણની દુકાનની બાજુમાં આવેલ કિશોરસિંહ જી. ચુડાસમાની મીલી પાન નામની દુકાનને પણ આગે લપેટમાં લઇ લીધેલ અને તેમાં પણ આગ ફેલાતા દુકાનમાં રહેલ બે ફ્રીઝ, ટીવી, સોડાનું મશીન, હોમ થીએટર, ઇલેકટ્રીક વાયરીંગ અને માલ-સામાન, ફર્નિચર બળીને ખાક થઇ ગયા હતા.

જ્યારે ફરસાણની બન્ને દુકાનોમા રહેલ કાચો અને તૈયાર માલ તેમજ લોટ બાંધવાનું મશીન, ગાંઠીયા પાડવાનું મશીન અને ઇલેકટ્રીક વાયરીંગ બળીને ખાક થઇ ગયા હતા. ફાયર િબ્રગેડે 4 ફાયર ફાઇટર અને એક હેવી ટેન્કર પાણી છાંટી 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે આગનું કારણ કે નુકસાન હજુ જાણવા મળેલ હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા.

ગુંગળાયેલા બાળકોને

બાઇક પર હોસ્પિટલ

ખસેડાયા

ફાયરબ્રિગેડ બનાવ સ્થળે ધસી ગયેલ અને ફલેટમાં ફસાયેલ છએ વ્યક્તિઓને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢયા હતા. જોકે બે બાળકોની ગુંગળામણથી હાલત ખરાબ થતા તેઓને 108ની પણ રાહ જોયા વગર સ્કુટર ઉપર સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંગે ફરજ પરના તબીબોએ બંને બાળકોને તપાસી તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી. જોકે બંને બાળકોની સ્થિતિ તબીબે ગંભીર બતાવી હતી.

અજય ઠક્કર

આગજની| બે બાળકોને ગંભીર હાલતે સ્કૂટર ઉપર સારવારાર્થે ખસેડાયા

શહેરમાં કુમુદવાડીના નાકે આવેલ 3 દુકાનમાં િવકરાળ આગ ભભૂકી

અન્ય સમાચારો પણ છે...