તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar સિંધી સમાજ દ્વારા દશેરાના પર્વે રાવણ દહનનું આયોજન

સિંધી સમાજ દ્વારા દશેરાના પર્વે રાવણ દહનનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિન્ધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 19.10 ને શુક્રવારના રોજ પરંપરાગત રીતે શહેરના જવાહર મેદાનમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનને અનુલક્ષીને સિન્ધી સમાજ નવરાત્રી-દશેરા મહોત્સવ સમિતિના આગેવાનો અને સભ્યો દ્વારા તૈયારી� થઇ રહી છે.

સિન્ધી સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાના એક ભાગરૂપે દશેરાના પવિત્ર તહેવાર નિમીત્તે આગામી તા.19 �ઓકટોબરને શુક્રવારના રોજ શહેરના જવાહર મેદાનમાં સાંજે રાવણદહનનો કાર્યક્રમ યોજાશે. આ વેળા ભાવનગર શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને હોદેદારો તેમજ શહેરીજનોની વિશાળ ઉપસ્થિતીમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવશે.

રાવણદહનના આ કાર્યક્રમમાં શહેરીજનોને પધારવા સિન્ધી સમાજ દશેરા મહોત્સવ સમિતિ,ભાવનગરના પ્રમુખ મનસુખભાઇ પંજવાણી, ભગવાનદાસ ચંદાણી, શંકરભાઇ વાધવાણી, કિશોરભાઇ ગુરૂમુખાણી, જીતુ સાહિત્ય, પરમાણંદભાઇ, કમલેશ દેવાણી અને અરજણદાસ વ. દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...