તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતમાં સારવાર સહાય યોજના નિષ્ફળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર ¿ભાવનગર | 5 ઓક્ટોબર

રાજ્ય સરકારે ભાવનગર જિલ્લાના બે મોટા અકસ્માતના બનાવો બાદ વાહન અકસ્માત સારવાર સહાય યોજના જાહેર કરી હતી. જેમાં અકસ્માતમાં ઘાયલ થનારને પ્રથમ 48 કલાક દરમિયાન રૂ.50 હજારની સારવાર વિનામૂલ્યે તમામ ખાનગી દવાખાનાઓમાં પણ મળે તેવી યોજના હતી. પણ આ યોજના જાહેર થયાને 4 મહિના પુરા થયા છે ત્યારે ભાવનગર િજલ્લામાં માત્ર 1 જ વ્યક્તિને આ યોજના નીચે સહાય મળી છે. જ્યારે અન્ય 5 વ્યક્તિઓની અપૂરતા કાગળોને કારણે સહાય અટકી છે. આમ સરકારની આ અા યોજના સદંતર નિષ્ફળ ગયેલ છે. લોકો સુધી આ યોજનાનો લાભ કેમ પહોંચતો નથી તે માટે સરકારે તપાસ કરવી જોઇએ અને અટપટા નિયમો હોય તો તે સુધારવા જોઇએ.

સામાન્ય રીતે સરકારી દવાખાના�ઓમાં સારવાર વિનામૂલ્યે થાય છે પરંતુ ગંભીર માર્ગ અકસ્માતના કેસમાં પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ 50 હજાર રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે કરવી એવી સરકારે જાહેરાત કર્યા બાદ તેને લોકો તરફથી કે ખાનગી હોસ્પિટલો તરફથી તેનો લાભ મેળવાવો જોઇએ તેટલો મેળવાયો નથી. સરકારે મે મહિનામાં આ સેવા આપનાર ખાનગી હોસ્પિટલને દર્દીનો ખર્ચ આપવાની જાહેરાત કર્યા બાદ અત્યાર સુધી માત્ર 1 કેસમાં આ લાભ મંજૂર કરાયો છે.

પાંચ કેસ એવા છે કે જેમાં અપૂરતા ડોક્યુમેન્ટના કારણે સરકાર તરફથી પૈસા ચૂકવાયા નથી. ગુજરાત સરકારે તા.16/5/18ના રોજ જારી કરેલ પરિપત્ર અનુસાર સિસ્ટમ એવી છે કે કોઇ પણ સ્થળે અકસ્માત થાય અને વ્યક્તિ તેમાં ઘાયલ થાય તો તે વ્યક્તિને નજીકના સરકારી દવાખાને જ પહોચાડી શકાય તેવું શક્ય ન બને તેમ હોય તો તે વ્યક્તિ પોતે અથવા તેનાં સગાં તેને ખાનગી દવાખાને લઇ જઇ શકે છે અને ખાનગી ડોકટર જે સારવાર કરે છે તેનો ખર્ચ તેને સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. આ ખર્ચ સીધો ખાનગી હોસ્પિટલ કે ડોકટરને મળે છે અને તેનું ચૂકવણું સામાન્ય રીતે જીલ્લા આરોગ્ય વિભાગ અથવા મુખ્ય જીલ્લા સરકારી હોસ્પિટલ મારફતે સરકાર દ્વારા થાય છે. ભાવનગરમાં આ પૈસાની ચૂકવણીનું કામ સર ટી હોસ્પિટલ દ્વારા થાય છે. એડમીનીસ્ટ્રીવ હેડ હાર્દીક ગાઠાણીએ કહ્યું કે આ સેવા સરકારે જાહેર કર્યા બાદ અત્યાર સુધીમાં 6 કેસ આ પ્રકારના આવ્યા છે જેમાં એક કેસ સિવાય બાકીના તમામ કેસમાં ડોક્યુમેન્ટ્સ અધૂરા હોવાને કારણે સહાયની રકમ ચૂકવી શકાઇ નથી.

બાંધી દીધેલા ભાવે ખાનગી ડોકટરો સેવા આપતા નથી : માત્ર એક કેસમાં ચુકવણું
હોસ્પિટલની ભૂમિકા માત્ર મિડીયેટર જેવી
5 કેસમાં ડોક્યુમેન્ટ અધૂરા હોવાને કારણે તેમનું પેમેન્ટ થયું નથી. એક કેસમાં મંજૂર થયું છે. પરંતુ આમાં સરકારી હોસ્પિટલની ભૂમિકા માત્ર મિડીયેટર જેવી છે. એમાઉન્ટ પાસ કરવા કે ન કરવા મામલે અમારી કોઇ ભૂમિકા રહેતી નથી. તમામ ડોક્યુમેન્ટ ટ્રેજરી વિભાગ ચેક કરીને ચૂકવે છે. નિયમ અનુસારના ડોક્યુમેન્ટ પૂરાં ન પડાયાં હોય તો પેમેન્ટ અટકી પણ શકે. ડો. વિકાસ સિન્હા, સુપ્રિન્ટેન્ડેન્ટ, સર ટી. હોસ્પિટલ, ભાવનગર

પ્રક્રિયા અઘરી છે તે સરળ કરવી ઘટે
સરકારની આ યોજના નવી છે એટલે કેટલાક ટેકનીકલ ઇશ્યુ આવશે. બાકી સમય જતાં આ ઇશ્યુ�ઓનો નિકાલ થશે અને વધુને વધુ લોકો લાભ લેતાં થશે. પ્રક્રિયા અઘરી છે તે સરળ કરવી ઘટે. એમ થશે તો આ યોજનાનો લોકો વધુ લાભ ઉઠાવશે. ડો. રાજીવ �ઓઝા, એમડી - ફીઝીશ્યન, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...