તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar કોંગ્રેસે બંધ બારણે કારોબારી કરી, ભાજપના સ્ટેન્ડ પર મીટ

કોંગ્રેસે બંધ બારણે કારોબારી કરી, ભાજપના સ્ટેન્ડ પર મીટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |5 ઓકટોબર

ભાવનગર િજલ્લા પંચાયતમાં ભાજપે સત્તા સંભાળ્યાના બે મહિના જેટલો સમય વિતી ગયો છે, ત્યારે આગામી થોડા દિવસોમાં જ સાધારણ સભા અને કારોબારીની મિટીંગો મળશે, પરંતુ કોંગ્રેસે બંધ બારણે કારોબારી રાખી હતી, તે પરંપરા ચાલુ રહેશે કે, કોર્પોરેશનની માફક ઓપન બેઠક કરાશે તેના પર મીટ મંડાઇ છે, કારણ કે ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે, િજલ્લા પંચાયતમાં પણ ભાજપ છે, જો બંધ બારણે કારોબારી થાય તો ભાજપ નહીં પણ કોંગ્રેસની પ્રણાલીમાં ભાજપ દોરવાયુ હોવાનુ છબી ઉપસશે.

જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ કોંગ્રેસે શાસક કર્યા બાદ હાલમાં ભાજપ સત્તા સ્થાને છે, કોંગ્રેસ દ્વારા કારોબારીની બેઠક બંધ બારણે રાખીને નિર્ણયો કરવામાં આવતા હતા, જ્યારે અઢી વર્ષ અગાઉ કોંગ્રેસ પૂર્વે ભાજપની સત્તા હતા ત્યારે કારોબારી ઓપર રાખવાનો નિર્ણય પ્રથમ વખત નિર્ણય લેવાયો હતો.ત્યાર બાદ કોંગ્રેસની બોડી સત્તા ઉપર આવી હતી, જેમાં ઓપન કારોબારી ફરી બંધ કરી દેવામાં આવી હતી. હવે ફરી વખત િજલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી છે ત્યારે ભુતકાળને ધ્યાનમાં રાખીને કારોબારી ઓપન રાખવામાં આવશે કે, પછી કોંગ્રેસની પરંપરા વળગવાનો પ્રયાસ કરાશે તેના ઉપર મીટ મંડાઇ છે.

નોંધનિય છે કે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે જેમાં સ્ટેન્ડિંગ કમિટી છેલ્લી બે-અઢી ટર્મથી ઓપન કરવામાં આવી છે, હાલમાં સ્ટેન્ડિંગની બેઠક ઓપનમાં સભા ખંડમાં મળે છેેે, ત્યારે જિલ્લા પંચાયતમાં શાસક ભાજપના જ કારોબારી અંગેના નિર્ણય અંગે શંુ નીતિ અપનાવવામાં આવે તે હવે પછી ખબર પડશે.

અસર : બંધ બારણે થાય તો શંુ ફેર પડે?
કારોબારીની બેઠક બંધ બારણે થાય તો તેમાં શંુ નીતિ વિષયક નિર્ણયો લેવાયા? તંત્રની શંુ ક્ષતિઓ હતી ? શાસક પક્ષે તેની સામે શંુ સ્ટેન્ડ લીધું ? વિગેરે બાબતો બહાર આવતી નથી. તો ઘણા કેસોમાં શાસક-તંત્ર બંને ભિંનુ સંકેલે અથવા તો મિલીભગત કરે તો મિડિયા મારફત પ્રજા સમક્ષ નિર્ણયો આવી ન શકે.

કારોબારી અંગે નિયમ શંુ છે?
કારોબારી ઓપન કરવી કે બંધ બારણે કરવી તે શાસકની સત્તા ઉપર અાધિન છે, ભૂતકાળમાં પારદર્શક વહીવટ થતો હોવાના દાવા સાથે િજ.પ.માં ભાજપે ઓપન કારીબારીની શરૂઆત કરી હતી, કોર્પોરેશનમાં હાલમાં ઓપન સ્ટેન્ડિંગ કમિટી બેસે છે.

નિર્ણય હવે કરીશંુ
કારોબારી ઓપન કરવી કે, બંધ બાંરણે રાખવી તેનો નિર્ણય અમે સભ્યો તેમજ સમિતિના ચેરમેન સહિત સાથે બેસીને નિર્ણય કરીશંુ. ભરતભાઇ હડિયા, ચેરમેન, કારોબારી કમિટી

શાસક પક્ષ નક્કી કરે
કારોબારી ઓપન કરવી કે બંધ બારણે તે શાસક પક્ષ ઉપર આધારિત હોય છે, તેનો નિર્ણય સર્વોપરી ગણાય છે. તેનું તંત્રએ પાલન કરવાનંુ હોય છે. વરૂણ બરનવાલ, ડીડીઓ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...