તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar ઘરસભાની સંજીવનીથી સર્જાય છે ગૃહશાંતિનો સીધો રાજમાર્ગ

ઘરસભાની સંજીવનીથી સર્જાય છે ગૃહશાંતિનો સીધો રાજમાર્ગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘર સભા એક એવી સંજીવની છે જે ગૃહશાંતિનો રાજમાર્ગ સર્જે છે. ઘર સભાથી કુટુંબમાં સંવાદિતા અને સમજણનો દીવો પ્રગટે છે તેમજ સૌને સુખ શાંતિનો અનુભવ થાય છે તેમ અક્ષરવાડી ખાતે આજે ઘર સભા દિનની ઉજવણીના પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીએ જણાવ્યું હતું.

ભાવનગરમાં બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત સત્સંગની જાણે હેલી વરસી હોય તેવા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કેમ આજે ઘર સભા દિનની ઉજવણી પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી એ આશિષ આપતાં જણાવ્યું હતું કે માનવી માં રહેલો માન નામનો મોટો દોષ બધા કાર્યો બગાડે છે. ઝેરનું એક બુંદ બે મણ દુધ પાક ને બગાડી નાખે છે તેમ થોડું માં ભજન ભક્તિ સત્સંગમાં અંતરાયરૂપ નીવડે છે. અજ્ઞાનતા એ માનનું મૂળ છે. સત્સંગ કરવા છતાં અજ્ઞાને કરીને માન રહી જાય છે. અલૈયા ખાચરે 2000 વ્યક્તિ�ઓને સત્સંગ કરાવ્યો હતો પરંતુ તેના માનનું ખંડન થઇ હોય તો પોતે જ શ્રી હરિનો વિરોધી બની સત્સંગમાં અધોગતિને પામ્યાં હતા.

પૂજ્ય સ્વામીએ માન ટાળવાનો ઉપાય બતાવતા જણાવ્યું હતું કે સત્સંગમાં દરેકની પરીક્ષા થવાની જ છે. હરિભક્તો ભગવાનનો ખપ રાખી અંતઃ દ્રષ્ટિ કરી પ્રભુને પ્રાર્થના કરતો રહે તો સત્સંગમાં ટકી જાય તેમજ સંતને મોક્ષના દાતા અને દાસ થઈ સત્સંગ કરે તો નિર્માનીપણાને પામે છે.

તા. 7 �ઓક્ટોબરને રવિવારે સાંજે 5.30 કલાકે યુવા દિન નિમિત્તે સંસ્થાના સંત અને મોટિવેશનલ સ્પીકર પૂ. જ્ઞાનવત્સલ સ્વામી યુવાશક્તિ નું રહસ્ય વિષય પર ચાવીરૂપ પ્રવચન આપશે તેમજ લોકો સુંદર પ્રેરણાસભર કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી વિશેષ ભક્તિ અર્પણ કરશે.

બધી જ સમસ્યાનું મૂળ છે વ્યક્તિનો અહમ્
ઘરસભા દિનની ઉજવણીના અવસરે પૂ. સંતોએ ઘરસભાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતુ કે બધી સમસ્યાનું મૂળ છે વ્યક્તિનો અહમ, મમત્વ, સ્વભાવ, પ્રકૃતિ અને દોષ. ઘરને સાચું નંદનવન બનાવવું હોય તો પરિવારમાં એકતા જરૂરી છે. કુટુંબમાં સંપ, સુહ્રદયભાવ અને એકતા લાવવા માટેનો રામબાણ ઇલાજ છે ઘરસભા. પ્રમુખ સ્વામી મહારાજે ઘરસભા દ્વારા નિત્ય સત્સંગની અજોડ સંજીવની આપી છે અને ઘરસભાના મધુરફળોથી અનેક લોકોના જીવન ધન્ય થયા છે. ઘરસભાથી કુટુંબમાં સ્નેહનો તાંતણા વધુ સુદ્રઢ થાય છે અને ઘર ખરા અર્થમાં હેપી હોમ બને છે.

અન્ય સમાચારો પણ છે...