તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ સ્થળોએ નોરતાનું પ્રોફેશનલ આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 5 ઓક્ટોબર

નવરાત્રિમાં સંગીતની સુરાવલીનાં સંગાથે ઝુમવા થનગનતા ખેલૈયાઓ હવે એક એક દિવસ ગણી રહ્યા છે. આગામી 10મી ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રિમાં ભાવનગર શહેરમાં પાંચ પ્રોફેશનલ આયોજકોમાં ઈસ્કોન હિમાલીય મોલ પાસે ગેલેક્ષી, જવાહર મેદાનમાં આર્ચીઝ, િસદસર રોડ પર રાજપથ, રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટ અને ઈસ્કોન કલબમાં જબ્બર આયોજન થઈ રહ્યું છે. પાંચે’ય આયોજકો દ્વારા કલેકટર કચેરીમાં મંજુરીની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસના અભિપ્રાય બાદ કલેકટર દ્વારા મંજુરીની મહોર મરાશે. તદ્દઉપરાંત આંબાવાડી, મેઘાણીસર્કલમાં પણ બહેનો માટે રાસ-ગરબાનો જાહેર કાર્યક્રમ યોજાશે. પરંતુ પાંચ જ િદવસમાં રાસ રસીયાઓની આતુરતાનો અંત આવી જશે. ભાવનગર પોલીસ બેડામાં સુરક્ષા સેતુ દ્વારા પણ બહેનોના વિનામૂલ્યે દાંડીયારાસનું આયોજન કરેલ છે.

આ ઉપરાંત સેતુબંધ પાર્ટી પ્લોટમાં જૈનમ ગૃપ દ્વારા, ડોકટર હોલમાં, રામવાડી દ્વારા અને સોની જ્ઞાતિ સહિતની વિવિધ જ્ઞાતિઓ દ્વારા પણ નવરાત્રિના આયોજનો કરાયા છે.

રંગોલી પાર્કમાં ડીમ્પલ પંચોલી ધૂમ મચાવશે
રંગોલી પાર્ક ખાતે 10 થી 18 ઓક્ટોબર દરમિયાન અમદાવાદની સુપ્રસિદ્ધ દાંડીયા ક્વીન તથા પ્લેબેક સીંગર ડિમ્પલ પંચોલી, સનિશાહ અસલમ એન્ડ અસલમ ઢોર બીટ્સ સહિત ઓરકેસ્ટ્રાના સથવારે યોજાશે. રંગોલી પાર્કના અનિરૂદ્ધસિંહ ગોહિલ અને ઋષિરાજસિંહ ગોહિલે િવગતો આપતા જણાવ્યું હતું કે, 4 લાખ સ્ક્વેર ફીટના િવશાળ ગ્રાઉન્ડમાં ગ્રીન લોન પર ખેલૈયાઓ રમે તેવી વ્યવસ્થા છે.

સૌરાષ્ટ્ર સમાચારના મિડીયા પાર્ટનરશીપ સાથે ગેલેક્સી ગૃપમાં દાંડિયાની રમઝટ
સૌરાષ્ટ્ર સમાચારના મીડીયા પાર્ટનરશીપ સાથે ગેલેક્સી ગૃપ દ્વારા ઈસ્કોન હીમાલીયા મોલ પાસે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયેલ છે. આયોજક સુરેન્દ્રસિંહ ગોહિલ (કાનભા) અને તુષારભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે, છેલ્લા 13 વર્ષથી અમારૂ ગ્રુપ સફળ આયોજન કરી રહ્યું છે અને આ 14માં વર્ષે અનેક િવવિધતાઓ પણ છે. રેઈનબો ઓરકેસ્ટ્રાના સંગાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઈશાની દવે અને શરદ જોષી, મીલી પંડયાના કોકીલકંઠે ભાવેણાના ખેલૈયાઓને ડાંડીયાના તાલે ભક્તિમાં રસતરબોળ થવા તેમણે આમંત્રણ પાઠવેલ છે. ગુલીસ્તાનાં ગ્રાઉન્ડમાં યોજાતો કાર્યક્રમ આ વર્ષે ઈસ્કોન મોલની બાજીમાં યોજાશે. જેમાં ફેમીલી અને ફ્રેન્ડસને રમવા માટે અલગ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે.

અન્ય સમાચારો પણ છે...