ભાવનગર પોસ્ટ ખાતાનું ATM : એક ટ્રબલ મશીન

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:45 AM IST
Bhavnagar - ભાવનગર પોસ્ટ ખાતાનું ATM : 
 એક ટ્રબલ મશીન
ભાવનગર હેડ પોસ્ટ ઓફીસ સામે મૂકાયેલ પોસ્ટ ખાતાનું એક માત્ર એટીએમ વારંવાર બંધ પડી જતું હોવાની ફરિયાદ લોકોમાં ઉઠવા પામી છે. બીજી તરફ પોસ્ટ ખાતાની સામી ફરિયાદ છે કે લોકો એટીએમનો ઉપયોગ જ કરતા નથી. ઉપયોગ કરશે તો બધા પ્રશ્નો ધીમે સોલ્વ થશે.

એટીએમની સુવિધા યુઝરને ગમે ત્યારે એટલે કે અડધી રાતે પણ પૈસા ઉપાડવાની સગવડ આપવા માટે હોય છે. પરંતુ ભાવનગર પોસ્ટ ખાતાનું એટીએમ સેવા આ હેતુને ચરિતાર્થ કરતી નથી. લોકોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર હેડ પોસ્ટ ઓફીસના બહિર્ભાગમાં રોડ ટચ આવેલું એટીએમ બુથ માત્ર શોભાની ગંડેરી સમાન છે. કારણ કે તે વારંવાર બંધ પડી જાય છે અને ધારેલા સમયમાં પૈસા ઉપાડવા હોય તો ઉપાડી શકાતા નથી.

X
Bhavnagar - ભાવનગર પોસ્ટ ખાતાનું ATM : 
 એક ટ્રબલ મશીન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી