રાસ ગરબા સ્પર્ધામાં જોવા મળશે નૃત્ય-કલાનો નજારો

ભાવનગર રમત ગમત અધિકારીની કચેરી દ્વારા વિવિધ સંસ્થા�ઓએ તા. 25 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશપત્ર રજૂ કરવાના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:45 AM
Bhavnagar - રાસ ગરબા સ્પર્ધામાં જોવા મળશે નૃત્ય-કલાનો નજારો
ભાવનગર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આ આયોજન અંતર્ગત રાસ અને પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાની સ્પર્ધા યોજાશે.

આગામી માસમાં યોજાનારી આ ભાવનગર શહેર જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા-2018-19 માં ભાગ લેવા માંગતી સંસ્થાઓઅે નિયમો અને પ્રવેશપત્ર ફોર્મ કચેરીએથી હસ્તગત કરી આગામી તા. 25-9-2018 સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જી-2, બહુમાળી ભવન,એનેક્ષી બિલ્ડિંગમાં રજૂ કરવાનું રહેશે.ત્રણેય વિભાગમાં પ્રથમ આવનાર ટીમ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. કચેરી દ્વારા આગામી તા. 4-10 ના રોજ બપોરે 3 કલાકે શહેરના યશવંતરાય નાટયગૃહમાં આ સ્પર્ધા યોજાશે.

ઉપરોકત સંસ્થાઓમાં ભાગ લેનાર કલાકારોને પ્રોત્સાહન પુરૂ પાડવા માંગતી સંસ્થાઓના આગેવાનોએ ડો. અરૂણ જે. ભલાણી (ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર,ટેલીફોન નં.(0278) 2422765, અથવા મો. 9825156575 પર સંપર્ક સાધવો.

X
Bhavnagar - રાસ ગરબા સ્પર્ધામાં જોવા મળશે નૃત્ય-કલાનો નજારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App