ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}માતૃ સત્સંગ કાર્યક્રમ

દિવ્યજીવન સંઘ ભાવનગરના ઉપક્રમે માતૃ સત્સંગનો કાર્યક્રમ તા.28 બુધવારે સાંજે 4-30 થી 5-30 શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ સુભાષનગર રીંગ રોડ પર રાખેલ છે.

}હોલીગીતાનુ અધ્યયન

શ્રીમદભગવદ ગીતા ઉપર ચિન્મયાનંદજી દ્વારા લખેલી ટીકા હોલી ગીતાનુ અધ્યયન ચિન્મન મિશન દ્વારા દર ગુરૂવારે બ્રહ્મચારી સમાત્માજીના સાનિધ્યમાં સવારે 9 થી 10 પ્લોટ નં.1062 યશવંતરાય નાટયગૃહ પાછળ આંબાવાડી ખાતે કૃતાર્થભાઇ ત્રિવેદીના નિવાસે કરવામાં આવે છે.

}રસીકસંકિર્તન મંડળના ભજન કિર્તન

મંડળનોભજન કિર્તનનો કાર્યક્રમ તા.28 બુધવારે જુગલભાઇના માતુશ્રી પ્રભાબેન અંધારીયાની તીથી નિમિતે જુની માણેકવાડી અંધારીયા કાછીયા જ્ઞાતિની વાડી ખાતે રાત્રે 9-30 થી 11-30 સુધી રાખેલ છે.

}ગીતાસત્સંગનુ આયોજન

ચિન્મયમિશન દ્વારા સમાત્મા ચૈતન્યજીના સાનિધ્યમાં ગીતા સત્સંગનુ આયોજન મંગળ, ગુરૂ અને શનિવારના રોજ રાત્રે 9 થી 10 કાળીયાબીડ અયોધ્યાનગરી બસ સ્ટોપ સામે ચિન્મય ભાવાશ્રમ ખાતે કરેલ છે.

}હ.વિ.ગોસળિયાસ્થા.જૈન પાૈષધશાળા

પૂ.અંગૂરપ્રભાબાઇમ.સ.આદિ ઠાણા 3 આજે અત્રે પૌષધશાળામાં પધારવાન ભાવ રાખે છે. પૂ.પેક્ષાબાઇ મ.સ.આદિ ઠા.3 અત્રે સુખશાતામાં બિરાજે છે. સર્વોએ ધર્મ, જ્ઞાન, લાભ લેવો.

}શાંતિપ્રાર્થના

ચિદાનંદપ્રાર્થના મંડળની પ્રાર્થના સ્વ.રાજેશભાઇ (જોલી) હર્ષદભાઇ ત્રિવેદીના આત્મશ્રેયાર્થે તા.28-6 બુધવારે સાંજે 6-30 કલાકે રાજેશભાઇ હર્ષદરાય ત્રિવેદી પ્લોટ નં.145 આંબાવાડી સ્વસ્તિક સોસાયટી અપંગ પરિવાર કેન્દ્ર સામે રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

પૂ.અંગુરપ્રભાબાઇમ.સ.ઠા.6 આજે કૃષ્ણનગર ઉપાશ્રયે મેઘાણી સર્કલ ખાતે પધારવાના ભાવ રાખે છે.

}પૂ.મુનીશરત્નસૂરિ.નુકૃષ્ણનગરમાં પ્રવચન

પ.પૂ.અાચાર્યમુનીશરત્નસૂરિ, પૂ.પંન્યાસ જીવેશરત્ન વિ.મા.આદિ.ઠાણા કૃષ્ણનગર ખાતે આજે સવારે 8-30 થી 9-30 વ્યાખ્યાન રાખેલ છે.

િજલ્લાનોંધ

}બવળવંતરાય મહેતાનું ચક્ષુદાન કરાયુ

તા.25/6ના રોજ સ્વ.બળવંતરાય જમનાદાસ મહેતા (ઉ.વ.89) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.પ્રકાશભાઇ ડી.ભટ્ટે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન ડો.જગદીપ કાકડીયા ભાવનગર મોકલી આપેલ છે.

}વળીયાકોલેજ

એસવાયબીએ માર્ચ, એપ્રિલ 17માં લેવામાં આવેલ પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે. તેમજ એસવાય બીકોમ, ટીવાય બીકોમ, બીએ 6 54.3 હેઠળ ભરવામાં આવેલ ફોર્મની માર્કશીટ આવી ગયેલ હોય 9 થી 12માં દિ.3માં મેળવી લેવી.

}નિરંજનભાઇવાકાણીનું ચક્ષુદાન કરાયુ

તા.27/6ના રોજ સ્વ.નિરંજનભાઇ કાંતિલાલ વાકાણી (ઉ.વ.70) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.પ્રકાશભાઇ ડી.ભટ્ટે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન સર ટી.હોસ્પીટલ ભાવનગર મોકલી આપેલ છે.

}ગણિતશાસ્ત્રડીપાર્ટમેન્ટ

શૈક્ષણિકવર્ષ 17-18 માટે એમએસસી મેથ્સ સેમે 1ની ખાલી સીટો માટે પ્રવેશ યાદી ભવનના નોટીસ બોર્ડ પર મુકેલ છે.

}ઔદ્યોગિકતાલીમ સંસ્થા

પ્રવેશ2017 અંતર્ગત જે ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ ભરેલ છે. તેની મેરીટ યાદી સંસ્થા ખાતે તા.30ના પ્રસિધ્ધ કરાશે.

}ઔદ્યોગિકતાલીમ સંસ્થા

સંસ્થાખાતે પ્રવેશ 2017 અંગે ફોર્મ ભરેલ હોય તે જિલ્લાની તમામ સંસ્થાના ઉમેદવારોએ દિવ્યાંગ ઉમેદવારો માટે સ્યુટીબીલીટી સર્ટીફીકેટ આપવા માટે અમદાવાદથી વી.આર.સી.કમીટી આવતાર હોય તે તમામ ઉમેદવારોએ તા.3-7ના ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સવારે 10 કલાકે ઉપસ્થિત રહેવુ.

}ટેકનીકલહાઇસ્કૂલ, વીટીસીના વિઘાર્થી જોગ

ગુજરાતસરકાર ગાંધીનગર સંચાલીત એડીએસ ફાઉન્ડેશનના ઉપક્રમે જોબ સંલગ્ન સ્કીલ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત ટેકનીકલ હાઇસ્કૂલ અને વીટીસી ભાવનગર ખાતે ઇજનેરી પ્રમાણપત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરેલ જુના તથા નવા વિદ્યાર્થી માટે વર્તમાન ઔદ્યોગીક એકમોની જરૂરીયાત અને જોબ ઓરીએન્ટેડ સ્કીલ અંગેના સેમીનારનુ એડીએસ ફાઉન્ડેશન દ્વારા આયોજન ટેકનીકલ હાઇસ્કૂલ ખાતે કરેલ છે. તા.30 સુધીમાં 11 થી 5માં સંપર્ક કરવો.

}ગાંધીમહિલા કોલેજ

બીકોમ02 સેમે 03, બીકોમ 03 સેમે 5ની વિદ્યાર્થીનીઓને તા.29ના રોજ ફોર્મભરાવવામાં આવશે.

}જિલ્લાશિક્ષણાધિકારી કચેરી

ભાવનગરજિલ્લાની બિન સરકારી ગ્રાન્ટેડ મા.અને ઉ.મા શાળાઓના વર્ગ 3ના કર્મચારીઓની સીપીએફ નંબર મેળવવા માટે દરખાસ્ત કરેલ છે.તે પૈકી જે કર્મચારીએ દરખાસ્ત કરેલ હોય ત્યા સુધીમાં સીસીસી પરીક્ષા પાસ કરેલ હોય, પરીક્ષા આપેલ હોય પરંતુ પાસ નાપાસ હોય, પરીક્ષા માટે માત્ર રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને પરીક્ષા આપેલ હોય તેવા કર્મચારીએ શાળાના લેટરપેડ પર આચાર્ય, કર્મચારીના સહી સિક્કા વાળુ પ્રમાણપત્ર તા.29 સુધીમાં જમા કરાવવુ.

}જિલ્લાશિક્ષણાધિકારી કચેરી

એસ.વિ.એસ2 ધ્યાનમાં સમાવિષ્ય તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ મા.અને ઉ.મા શાળાના આચાર્યની મીટિંગ તા.30ના 11-30 કલાકે સ્વામીનારાયણ વિદ્યાલય ચિત્રા રાખેલ છે.

}જિલ્લાશિક્ષણાધિકારી કચેરી

રાજયપરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય ઇન્ડીયન મીલીટરી કોલેજ દહેરાદૃુન પ્રવેશ પરીક્ષા ડીસે.17 (જુલાઇ 18 ટર્મ) ધો.8માં પ્રવેશ માટે ગાંધીનગર પરીક્ષા યોજાશે. ધો.7 પાસ અથવા ભણતા કુમારો માટે છે. વધુ માહીતી www.rimc.org અને http:// gujarat_education.gov.on/seb/ અથવા જિ.શિ.કચેરીના નોટીસ બોર્ડ પર છે.

વિવિધકાર્યક્રમ

}વિજ્ઞાનનગરીમાં સાયન્સ મ્યુઝિયમ

વિજ્ઞાનનગરીખાતે સાયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવેલ છે. જેમા વિવિધ વૈજ્ઞાનિક સિધ્ધાંતો દર્શાવતા 35 મોડલો વિદ્યાર્થી માટેતૈયારી કરી જોવા અને જાતે અનુભવ કરવા રોજ સાંજે 4 થી 7 ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

}મનોરજંનનગરી

બાળકોમાટે વિજ્ઞાનનગરી આંબાવાડી ખાતે મનોરંજન નગરીમાં વિવિધ રાઇટસ, 3ડી ફિલ્મ, લિફટ, જમ્પીંગ ફીશ, પ્લેન વિ.નો બાળકો રોજ સાંજે 5 થી 7માં લાભ લઇ શકશે.

}સિહોરસં.ઔ.અ.બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી

સિહોરસંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી ભાવનગર દ્વારા વર્ષ 16-17ના શૈક્ષણિક ઇનામ વિતરણના ફોર્મ તા.29-6થી તા.29-7 સુધી રામવાડી કાર્યાલય ખાતે સવારે 10-30 થી 1-30, સાંજે 5-30 થી 8-30 સુધીમાં ભરીને પરત આપવાના રહેશે.

}વિનામૂલ્યેમેડીકલ કેમ્પ તથા અનાજ વિતરણ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંજયભાઇ મનસુખલાલ શાહના સહયોગથી તા.7/5 રવિવારે સવારે 10 કલાકે એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર ખાતે સંસ્થાના ગુલાબી કાર્ડ ધારકોને અનાજ વીતરણ તેમજ સોહમ અોવરસીઝના સહયોગથી પ્રસાદ વિતરણ કરાશે.

}મંગલચેરીટેબલ દ્વારા દાંત તપાસ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીડીએસ ડોકટરના સહયોગથી ટોકન દરે દાંત અને પેઢાના રોગની તપાસ દર રવિવારે મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે અાનંદનગર ખાતે કરી આપવામાં આવશે

}પુષ્ટિસમર્પિત મંડળ

મંડળદ્વારા તા.24-8 થી 27-8 નાથદ્વારા યાત્રાનુ આયોજન કરેલ છે. જે વૈષ્ણવોએ જોડાવવુ હોય તેણે માધવીબેન મુંજપરાનો સંપર્ક કરવો.

}બ્રાહ્મણયુવક-યુવતી સંમેલન

બ્રહ્મશકિતસોશ્યલ ગૃપ ટ્રસ્ટ દ્વારા તા.17-12ના યુવક યુવતી સંમેલન ભાવનગરમાં યોજાશે રજીસ્ટ્રેશન નિરંજન સ્ટોર્સ હાઇકોર્ટ રોડ, સુરેશભાઇ દેવ દાણાપીઠના નાકે મહિપત બિલ્ડીંગ ખાતે સાંજે 5 થી 7માં કરાવવાુ

}રોજગારભરતી મેળો

આર્મીભરતી મેળો ભાવનગર તા.3-8 થી 13-8 સુધી લાયકાત ધો.8થી ગ્રેજયુએટ, ડીપ્લોમાં કરેલ ઉંમર 17.5 થી 23 ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશન તથા ફોર્મ ભરવાની છે્લ્લી તા.17-7 હોય વધુ માહીતી માટે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ગંગાજળીયા તળાવ ખાતે સંપર્ક કરવો.

}દાંતનારોગોની ફ્રી તપાસ, સારવાર કરાશે

વી.સી.લોઢાવાળાહોસ્પીટલ ખાતે દર બુધવારે સવારે 9 થી 1 દાંતના રોગોની ફ્રીમાં તપાસ કરાશે. કેમ્પ આવેલ દર્દીને રાહત દરે ચોકઠા કરી અપાશે.

}માજીસૈનિકો જોગ

ભાવનગરજિલ્લા માજી સૈનિક સંગઠનના જે સભ્યો હથિયાર લાયસન્સ ધરાવે છે. જેઓઅને નોંધણી માટે સ્થાનિક કલેકટર કચેરીાં અરજી કરેલ હોય અને કોઇ કારણોસર નોંધણી થઇ હોય તેઓએ પોતાના હથિયાર લાયસન્સ તથા આર્મીના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી સાથે દિ.10માં સંગઠન કાર્યાલયનો સંપર્ક કરવો.

}રાજગોરબ્રાહ્મણ કાઠીગોર જ્ઞાતિ

રાજરાજેશ્વરચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન 2017નુ આયોજન રાજકોટ મુકામે કરવામાં આવેલ છે. ફોર્મ મેળવવા કિશોરભાઇ શીલુ 9925717929નો સંપર્ક કરવો.

}ગોહિલવાડીરામી માળી ગ્રામ્ય મંડળ

મંડળનાસભ્યો જેઓના બાળકો માર્ચ, એપ્રિલ 17ની પરીક્ષામાં પાસ થયેલની માર્કશીટની નકલ તા.15-7 સુધીમાં પોતાના ગામના પ્રમુખને મોકલી આપવી.

}દશાસોરઠીયા વણિક જ્ઞાતિ

રૂપાવટીગુરૂ આશ્રમ તરફથી પૂ.સંત મોહનબાપા તરફથી તા.2-7 રવિવાર દ્વારકાધીશના મંદિરે દ્વારકા ધજાજી ચડાવવાનો કાર્યક્રમ છે. દરેક જ્ઞાતિજનોએ તા.1 શનિવારે રાત્રે 8 કલાકે બસ દ્વારા દ્વારકા જવાનો કાર્યક્રમ નકકી કરેલ છે. જ્ઞાતિજનોએ જશવંતભાઇ ગાંધીને સંખ્યા લખાવવી.

}જરૂરીયાતમંદદર્દીને મફતમાં દવા અપાશે

ડોકટરનુતાજુ પ્રિસ્ક્રીપ્સન, ચીઠ્ઠી લાવનાર જરૂરીયાતમંદ દર્દીને ડ્રગબેન્ક દ્વારા રવિવાર સિવાય રોજ સાંજે 5-30 થી 8-30માં સુર્યદર્શન કોમ્પલેક્ષ રબ્બર ફેકટરી સર્કલથી સ્ટોકમાં હોય તે દવા વિનામૂલ્યે અાપવામાં આવે છે.

}હોમિયોપેથીકડોકટર દ્વારા ફ્રીમાં તપાસ

હોમિયોપેથીકડોકટર દ્વારા દર ગુરૂવાર તા.29ના રોજ સવારે 10-30 થી 1 , સાંજે 4 થી 7 સૂચક મેડીકલ સેન્ટર જલારામ દર્શન કાળુભા રોડ ખાતે ફ્રીમાં કરાશે.

}યોગતથા પ્રાણાયામનો નિ:શુલ્ક વર્ગ

યોગતથા પ્રાણાયામનો િન:શુલ્ક વર્ગ તા.28, 29, 30 બુધવાર-ગુરૂવાર-શુક્રવારના સાંજે 6 થી 7-30 કલાકે ડો.ઉપેન્દ્રભાઈ દવે, પ્લોટ નં.1114, કુશ, તેલઘાણી પાછળ ભાણીમા કન્યા છાત્રાલય વાળી ગલી હનુમાનજીના મંદિર સામે રાખેલ છે.

}ભાવનગરરજપુત સમાજ સાર્વજનિક ટ્રસ્ટ

સમાજનાબાલમંદિરથી ધો.8માં પાસ, ધો.9 થી 12માં 50 ટકા, કોલેજમાં 60 ટકા પાસ વિઘાર્થીનો ઇનામ વિતરણ ફોર્મ તા.30-6 સુધીમાં ભરી જવા

}ટોકનદરે એક્યુપ્રેશર સેવાનો લાભ

મંગલચેરિ.ટ્રસ્ટ દ્વારા સોમ થી શનિમાં સાંજે 4 થી 6 આયુર્વેદિક ડોકટરની સેવા, રૂ.5ના ટોકન દરે એક્યુપ્રેશર સેવા, આંખના મોતિયાના ઓપરેશન, તાપીબાઈ હોસ્પિટલના સહયોગથી હરસ, મસાના ઓપરેશનો મંગલ આરોગ્ય મંદિર,મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઈજી-24, સોમનાથ મંદિર પાસે કરાવી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...