ભાવનગર રેલવે 15 દિવસ સુધી ચલાવશે સ્વચ્છતા અભિયાન

ક્લીન રેલવે | ગાંધીજીની 150મી જયંતીના ઉપલક્ષમાં સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ સંવાદ, સ્વચ્છ જાગરૂકતા સહિતના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:45 AM
Bhavnagar - ભાવનગર રેલવે 15 દિવસ સુધી ચલાવશે સ્વચ્છતા અભિયાન
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 15 સપ્ટેમ્બર

ભાવનગર રેલવેમાં એક વખત થયેલી સફાઇ બાદ વારંવાર ગંદકી ફરી વાર એવી ને એવી જ થઇ જાય છે. પરિણામે વારંવાર સફાઇ અભિયાનો યોજવાની જરૂર પડી રહી છે. આગામી 2 �ઓકટોબર - 150મી ગાંધી જયંતીને ધ્યાને લઇને રેલવે દ્વારા 15 સપ્ટેમ્બરથી 2 �ઓકટોબર સુધીનું સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવશે.

રેલવેએ કહ્યું કે આ સમયગાળા દરમ્યાન રેલવે સ્ટેશનો, ટ્રેનો, �ઓફિસો, કોલોની�ઓ, કારખાના�ઓ, હોસ્પિટલો વગેરેમાં સફાઇ અભિયાન ચલાવાશે. આ સાથે જ વોટર બુથો, પાણીની ગુણવત્તા, ડસ્ટબિનની ઉપલબ્ધિ, કચરાનો નિકાલ વગરેરેની સ્થિતિ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ અભિયાનનો પ્રથમ દિવસ સ્વચ્છ જાગરૂકતા એવી પરિકલ્પના પર આધારિત હશે. આ વિચારને પ્રસ્તારિત કરવા માટે નૂક્કડ નાટક પણ ભજવાશે. તે પછીના દિવસોમાં આ પખવાડિયાં અંતર્ગત સ્વચ્છ સંવાદ, સ્વચ્છ સ્ટેશન, સેવા દિવસ, સ્વચ્છ પરિસર, સ્વચ્છ આહાર, સ્વચ્છ નીર, સ્વચ્છ પ્રસાધન, સ્વચ્છ પર્તિયોગિતા સહિતના કાર્યક્રમો યોજાશે.

1 �ઓકટોબરે તમામ કાર્યવાહીની સમિક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા અવારનવાર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ તે જાણે અભિયાનના દિવસો પૂરતી જ વાત હોય તેમ ફરીથી કચરો ત્યાંનો ત્યાં જ પથરાઇ જાય છે.

X
Bhavnagar - ભાવનગર રેલવે 15 દિવસ સુધી ચલાવશે સ્વચ્છતા અભિયાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App