તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar ત્રાપજમાં રમતા રમતા બાળા અવાવરૂ કુવામાં પડતા મોત

ત્રાપજમાં રમતા રમતા બાળા અવાવરૂ કુવામાં પડતા મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રાપજ અલંગ રોડ પર રમતારમતા ચારેક વર્ષની બાળકી અવાવર કુવામાં પડી જતા મોત િનપજ્યું હતું. જ્યારે મહુવાના નાનાખુંટવડા તથા સિહોરનાં અગિયાળી ગામે ઝેરી દવા પી લેતા એક યુવતિ તથા યુવકનું મોત િનપજ્યું હતું. તેમજ તળાજા ખાતે આજે એક અજાણ્યા આધેડની લાશ મળી હતી.

ત્રાપજ ગામે રહેતા ટેમ્પોચાલક યાસીનભાઈ હારૂનભાઈની એક વર્ષની બાળકી આજે બપોરે ત્રાપજ અલંગ રોડ પરના તળાવ નજીક અવાવરૂ કુવામાં રમતારમતા અકસ્માતો પડી જતા તેનું મોત િનપજયું હતું. બીજા બનાવમાં મહુવાના નાના ખુંટવડા ગામે રહેતા વનીતાબેન નરેશભાઈ ગોહિલ (ઉં.વ.21) બાદલપુર ગામે પટેલની વડીએ રાખેલ ભાગીયાના સ્થળે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેનું મોત િનપજ્યું હતું .

તેમજ સિહોર તાલુકાના અગિયાળી ગામે રહેતા યોગેશભાઈ મેઘજીભાઈ મીયાત્રા (ઉં.વ.19)એ જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત અપમૃત્યુના વધુ એક બનાવમાં તળાજા હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે માંદગી સબબ આવેલ કોઈ અજાણ્યા ભિક્ષુકનું આજે મોત િનપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...