ગાંધી મહિલા કોલેજનું ભાવિ ખતરામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજયુકેશન રીપોર્ટર | ભાવનગર | 27 માર્ચ

ભાવનગરનીએસએનડીટી યુનિ. સંચાલિત ન.ચ.ગાંધી મહીલા કોલેજનું પ્રમાણપત્ર ધરાવતી વિદ્યાર્થિનીઓને વિદ્યાસહાયકોની ભરતીમાં અમાન્ય ગણ્યા અને ગુજરાત સરકારે જણાવ્યું કે તમારી યુનિ.નું પ્રમાણપત્ર માન્ય નથી. આથી હોબાળો થયો છે. એક સૈકાથી વધુ જૂની અને ભાવનગરમાં ઇ.સ.1951થી અત્યાર સુધી આર્ટસ, કોમર્સ અને મેનેજમેન્ટનો અભ્યાસ કરાવતી અત્યંત પ્રતિષ્ઠિત મહિલા કોલેજના સર્ટિફિકેટને ગુજરાત સરકારે અમાન્ય ઠેરવી દેતા હવે રાજકીય નેતાઓ અને શિક્ષણ વિભાગ જો મહિલા કોલેજમાં ભણતી 1400 જેટલી દીકરીઓના ભાવિ અંગે સકારાત્મક વલણ નહીં દાખવે તો અંદરોઅંદરના વિવાદથી કોલેજનું ભાવિ ખતરામાં પડી જશે. તો બીજી બાજુ ગાંધી મહિલા કોલેજને ભાવનગરની એમ.કે.બી.યુનિ.માં નાછૂટકે ભળવું પડે તેવી સ્થિતિ પણ ઉદભવી છે.

ભાવનગરમાં મુંબઇની એસએનડીટી યુનિ.જે યુજીસીની આજની તારીખે માન્ય યુનિ. છે અને તેની સાથે જોડાયેલી શહેરની ગાંધી મહિલા કોલેજ જેમાં ત્રણ ફેકલ્ટીમાં 1400 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે. અગાઉ ભાવનગર યુનિ.માં ઇ.સ.2012માં જોડાવાનો મામલો હતો પણ જોડાણમાં મહિલા કોલેજને ત્રણ ફેકલ્ટીના અને બાદમાં અનુ્સ્નાતક કોર્સના ડિપોઝીટ અને અન્ય ફી મળીને રૂા..1 કરોડથી વધુ રકમ ચૂકવવાની થતી હતી એટલે જંગી રકમના મામલે જોડાણ શક્ય થયું હતુ. જો કે ત્યાર બાદ ગુજરાત સરકાર સમક્ષ કોલેજે યુજીસીના જોડાણ અને અન્ય પુરાવાઓ આપ્યા પણ સરકાર અને તેના વિભાગના અધિકારીઓ મામલે કોઇ સાચો કે ખોટો જવાબ આપવાની તસ્દી લેતા નથી. હાઇકોર્ટમાં પણ મામલે યુનિ. તરફી ચૂકાદો આવેલો છે. પણ કોર્ટે સરકારને મામલે ડિસ્ટર્બ કરતા ફક્ત સરકારના મૌનના મામલે સંસ્થા અન તેમાં ભણતી 1400 દીકરીઓનું શૈક્ષણિક ભાવિ ખતરામાં મુકાયું છે. અંગે ભાવનગરના રાજકીય આગેવાનોએ પક્ષાપક્ષી છોડી એક થઇ સરકારમાં અસરકારક અને ત્વરિત રજૂઆત કરવી પડશે અન્યથા એક ખાનગી કોલેજ અને અન્ય બદઇરાદાવાળાના હેતુ સિદ્ધ થશે.

કોલેજના પ્રમાણપત્રો હોય તેવા છાત્રોને વિદ્યાસહાયકોની ભરતીમાં અમાન્ય ગણતા વિવાદ

નજર અંદાજ | કોલેજ દ્વારા વારંવાર લેખિત પુરાવા અપાયા છતાં સરકારના મૌન વલણથી કોલેજને અન્યાય

મહીલા કોલેજ યુજીસી માન્ય કોલેજ છે

એસએનડીટીકોલેજને યુજીસીની માન્યતા છે અને યુજીસીની વેબસાઇટ પર તેનું આખુ પેઇજ છે અને તેમાં ભાવનગરની મહિલાનું પણ નામ છે. વળી એફિલેશનનો મુદ્દો આવતા કોલેજને જે એફિલેશન ગત તા.3 માર્ચે મળ્યું તેની જાણકારી પણ સંસ્થાના જવાબદારોએ સરકારમાં લેખિત આપી છતાં સરકારે ભેદી મૌન લેવી લીધું છે અને કોઇ જવાબ મળ્યો નથી.

મૂળ મામલો ક્યાંથી ઉદભવ્યો ?

અંબાજીફિઝીયોથેરાપી સંસ્થા જોડાવા માંગતી હતી ત્યારે ગુજરાત સરકાર પાસે જોડાણનું એનઆસી માંગ્યુ પણ સરકારમાંથી મળ્યું આથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો બાદમાં હાઇકોર્ટે મામલે સરકારને કોઇ ડાયરેકશન આપવા ના પાડી દેતા અને જ્યુરિડિકશ પણ અલગ હોવાથી વિવાદ યથાવત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...