આજથી ચૈત્રી નવરાત્રિનો થશે ભાવભક્તિભેર આરંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિક્રમસંવત 2073ની ચૈત્ર નવરાત્રિનો આરંભ તા.28 માર્ચને મંગળવારે થશે. દિવસે અમાસ છે. પણ બાદમાં પડવાની તિથિ હોય મંગળવારે ચૈત્રી નોરતાનો આરંભ થશે. તા.28 માર્ચને મંગળવારે સવારે 8.29 કલાક સુધી અમાસ છે અને ત્યાર બાદ એકમની તિથિ શરૂ થાય છે. આથી ચૈત્રી નોરતા પણ શરુ થશે. ચૈત્રી નોરતામાં માઈ મંદિરોમાં શ્રધ્ધાળુ�ઓ ભાવભેર માના ચરણોમાં શિશ નમાવી ધન્યતાની લાગણી અનુભવશે. દિવસ ગુડી પડવા તરીકે પણ �ઓળખાય છે.

નવરાત્રિ કરનારા માઇભક્તને ધન, ધાન્ય, સુખ, આરોગ્ય, વિદ્યા, યશ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિમાં માતાના નવ સ્વરૂપની પૂજા થાય છે, જેમાં પ્રથમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતિય ચંદ્રઘંટા, ચતુર્થ કુષ્માંડા,પંચમ સ્કંદમાતા, ષષ્ઠ કાત્યાયની, સપ્તં કાલશક્તિ, અષ્ટ મહાગૌરી અને નવમી માતા સિધ્ધિ દાત્રીની પૂજા કરવાની હોય છે. મંગળવારે સવારે 9.19થી 12.29 સુધીના સમયગાળામાં ઘટ સ્થાપન કરવુ તેમ શ્રીધર પંચાગવાળા ગીરીશભાઇ જોષીએ જણાવ્યું છે.

ધર્મમય માહોલ | કાલે સવારે 9.19થી 12.29 સુધીના શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરવું

મંગળવારથી ચૈત્રી નવા વર્ષનો આરંભ

ભારતસરકાર દ્વારા જે પંચાગ પ્રસિદ્ધ થાય છે તેનો આરંભ પણ ચૈત્ર સુદ એકમથી થાય છે. હેમલંબી નામક નવું શાલીવાહન શક સંવત 1939 અને ચૈત્ર સંવત 2074નો પણ મંગળવારથી આરંભ થશે. મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નવા વર્ષનો આરંભ થશે.

નવરાત્રિમાં અનુષ્ઠાનનું મહાત્મ્ય

નવરાત્રિદરમિયાન કુળદેવી પૂજન, ચૂંદડી બદલવી, ચંડીપાઠ, નવચંડી યજ્ઞ , નર્વાણ મંત્રનું અનુષ્ઠાન, કુળદેવી મંત્રનું અનુષ્ઠાન, શ્રી સુક્તના પાઠ કરવા, છેલ્લાં દિવસે અનુષ્ઠાન પૂર્ણ થતાં બ્રહ્મભોજન કરાવવું. દશાંશ હોમ કરવો. નવરાત્રિમાં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન પણ કરી શકાય છે.

મંગળવારે સવારે 8:29 કલાક સુધી અમાસ ત્યાર બાદ એકમની તિથિની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...