• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રોડ પાથર્યા, હવે માર્જિનની જગ્યામાં બ્લોક બેસાડાશે

રોડ પાથર્યા, હવે માર્જિનની જગ્યામાં બ્લોક બેસાડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |28 માર્ચ

ભાવનગરશહેરમાં કરોડો રૂપિયાના રોડના કામો કર્યા બાદ વધુ 31 કામો સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરીની મહોર મારી છે, સાથોસાથ વધુ એક એવા પ્રકારનો નિર્ણય લીધો છે કે, સોસાયટીઓમાં પ્લોટમાં માર્જિનની છોડવામાં આવતી જગ્યામાં બ્લોક બેસાડવાની મંજુરી અપાતી હતી, જે હવે 70:30માં માર્જિનની જમીનમાં પણ બ્લોક નાખવાની કોર્પોરેશન મંજુરી આપશે.

મ્યુ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન સુરેશ ધાંધલિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી, રાબેતા મુજબ 20 મિનીટ મોડી બેઠક શરૂ થઇ હતી, સને. 2007 પહેલા બનેલી કોઇ પણ ખાનગી સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા પેવિંગ બ્લોક નાખવા માટે રોડ પાસે બ્લોક નાખવાની મંજુરી આપવામાં અાવતી હતી જેમાં હવે સુધારો કરીને પ્લોટમાં માર્જિનની છોડવામાં આવતી જગ્યામાં એટલે કે, કેમ્પસ પ્લાનિંગ પ્રકારની સોસાયટીઓમાં જેનો રસ્તા તરીકે ઉપયોગ થઇ રહ્યો છે, પણ પ્લાનમાં માર્જિન દર્શાવાયેલંુ હોય, તેમાં પણ હવેથી પેવિંગ બ્લોક નાખવા લોકભાગીદારીમાં 70 : 30ની ગ્રાન્ટના કામમાં કોર્પોરેશન મંજુરી આપશે.

ઉપરાંત 31 જેટલા રોડના કામોને મંજુરીની મહોર મારવામાં આવી હતી, બેઠક દરમિયાન સભ્ય ડીડીને ચૂંટણી દેખાણી હોય કયારેય તંત્રની પીઠ થાબડતા નથી ને આજે એકાએક તંત્રની પીઠ થાબડતા તંત્ર વાહકો પણ મુછમાં હસતા જવા મળ્યા હતા, સભ્યએ કહ્યંુ હતંુ કે, કોંગ્રેસના રાજમાં દૈનિક 2 કિ.મી. અંતરના રોડના કામો થતા હતા, જ્યારે ભાજપના શાસનમાં દૈનિક 18 કિ.મી.ના રોડ થઇ રહ્યા છે, જોકે તેનો મતલબ પણ એવો થાય કે, શાસક ભાજપનંુ ધ્યાન રોડ ઉપર કેન્દ્રિત થયેલંુ છે.!!

શૌચાલયોની સફાઇ માટે 37 લાખ મંજુર કરાયા હતા, જોકે, સ્વછતા જળવાય ત્યારે ખરૂં! દર વર્ષે કોન્ટ્રાકટ રિન્યુ કરવા શાસકે શરત મુકી છે, પણ તંત્રને તો પાંચ વર્ષના એક સાથે કોન્ટ્રાકટ આપવામાં રસ હતો, કામ થાય કે થાય !!

આજે શાસક સભ્ય પંડ્યાએ એવો દાવો કર્યો હતો કે, સુભાષનગર ચોકથી મહિલા કોલેજ સુધીનો માર્ગ 3 વર્ષ થયા છે, અધિકારીએ દાવો કર્યો હતો કે, પાંચ વર્ષથી વધુ સમય થયો છે, તારીખ સાથે પુરાવો આપવાની વાત કરતા શાસકોએ નમતંુ જોખીને છેલ્લે ગુણવત્તા જાળવવા અપીલ કરી હતી.!!

વિકાસનો દાવો | શાસક ભાજપનંુ રોડના કામો ઉપર ધ્યાન કેન્દ્રીત !! તંત્ર વાહકો પણ મુછમાં મલકાયા

હાઇલાઇટ્સ

>કાળિયાબીડમાં સ્યુગર મિલ અને ફોરેસ્ટના મામલે જમીનનો વિવાદ છે, જેમાં તાત્કાલિક કોર્પોરેશન તરફી જરૂર પડે ત્યા ગતિ આપવી. > ટેકનીકલ આસી. તરીકે વધુ 17 ઉમેદવારોની ભરતી > રૂવા શ્રી બાલા હનુમાનજીના મંદિરથી એરપોર્ટ સુધીના રોડને સુશોભિત કરવા દત્તક અપાશે > મોખડાજી સર્કલમાં વીર મોખડાજીની અશ્વરૂઢ પ્રતિમા મુકવામાં આવશે. > િજ.પં. હસ્તકના આઠ માર્ગો સંભાળી લેવા > મ્યુ. શાળાઓમાં રકમ ગમતના સાધનો માટે શાળા દિઠ રૂ.1800 ફાળવવા.

ડિઝિટલ માધ્યમોના ઉપયોગ સામે 2% વળતર

ભાવનગરમ્યુ. કોર્પોરેશન દ્વારા ડિઝિટલ માધ્યમોનો વધુમાં વધુ ઉપયોગ કરવા ઉપર ભાર મુકાયો હતો, પરંતુ થોડા મહિનાઓ પૂર્વે કેસ બારી ઉપર POS મશીન મુક્યા બાદ બે દિવસમાં બંધ થઇ ગયંુ હતંુ, જેમાં કોઇ પગલા ભરાયા નથી, ત્યા ફરી નવા નાણાકિય વર્ષમાં એટલે કે, 1લી એપ્રિલ-17થી જે કોઇ અાસામી POS, E-Money, ક્રેડિટ/ડેબીટ કે અન્ય ડિઝિટલ માધ્યમથી મ્યુ. વેરા ભરશે તેને 2 % વળતર અાપવાની જાહેરાત કરાઇ છે.

સ્ટેન્ડિંગ કમિટીએ 6 ડઝન ઠરાવોને આપેલી બહાલી : શૌચાલયોની સફાઇ માટે 37 લાખ મંજુર સ્વછતા જળવાય ત્યારે ખરૂ!

અન્ય સમાચારો પણ છે...