તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લાસ્ટીક વિવર્સ એસો.ની હડતાલનું સુખદ સમાધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરપ્લાસ્ટીક વિવર્સ એસોસીએશન દ્વારા ભાવ વધારાની માંગ સાથે છેલ્લા 45 દિવસથી ચાલતી હડતાલનો પ્રદેશ ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ઝાંઝરકાના મહંત પૂ. શંભુનાથજીબાપુ, રાજયસભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા વ.ની સીધી દરમિયાનગીરીથી તેમજ ભાવનગર પ્લાસ્ટીક મેન્યુફ્રેકચર એસો.ના પ્રમુખ ભુપતભાઇ વ્યાસના પ્રયાસ થકી અંત આવ્યો છે.

ભુપતભાઇ વ્યાસની મધ્યસ્થી થકી હાલમાં એસો.ની માંગણીઓનો 50 ટકાથી વધુ ભાવ વધારો મળેલ છે તેવી મૌખીક ખાત્રી મળતા તેમજ ભાવવધારો હડતાલ પૂર્ણ થયાથી તાત્કાલીક અસરથી મળશે તેવુ તેઓએ જણાવતા એસોસીએશન દ્વારા હડતાલનું સમાપન જાહેર કરાયુ હતુ.

હડતાલ દરમિયાન થેલેસીમીયાના બાળદર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ, રેલી, કલેકટરને આવેદનપત્ર, પ્રતિક ધરણા અને ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજી વિવર્સોએ જે એકતાના દર્શન કરાવ્યા તે લડતને સફળતા તરફ દોરી ગઇ છે તેમ પ્રમુખ નલીન પટેલ અને મહામંત્રી નાનુભાઇ સરવૈયાની સંયુકત યાદીમાં જણાવાયુ હતુ.

50 ટકાથી વધુ ભાવ વધારાની ખાત્રી

વિવર્સ એસોસીએશનની ભાવ વધારાની માંગણીઓ સ્વીકારાતા હડતાલનો અંત

અન્ય સમાચારો પણ છે...