તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • RBIમાં કેશ કટોકટીને કારણે ડિ.બેન્ક દ્વારા ધિરાણમાં વિલંબ

RBIમાં કેશ કટોકટીને કારણે ડિ.બેન્ક દ્વારા ધિરાણમાં વિલંબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનેકારણે વસુલાતની સિઝનમાં આર.બી.આઈ.માં કેશની કટોકટીને કારણે સમયસર ધિરાણ આપવામાં મોડુ થયાનું ભાવનગર િડસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કની 58મી વાર્ષિક સાધારણ સભામાં જાહેર કરાયું હતું. અને વર્ષે બેન્કે રૂા.8.93 કરોડના નફા સાથે અગાઉની ખોટમાં ખૂબજ મોટો ઘટાડો થયાનું પણ જણાવ્યું હતું.

ભાવનગર િડસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કની વાર્ષિક સાધારણ સભા બેન્કના ચેરમેન નાનુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં િજલ્લાભરમાંથી પ્રમુખો, પ્રતિનિધિઓ અને રાજકીય-સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના ડિરેકટરોએ બેંક સંદર્ભની વિગતો આપી હતી. િજ.પં.પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, નાણાકિય વહીવટમાં ઓડીટ રીપોર્ટ મહત્વનો છે જેમાં ઓડીટ વર્ગ ‘અ’ આવેલ છે. નાનુભાઈ વાઘાણીએ બેન્ક દ્વારા ખેડૂતોને હેતુલક્ષી ધિરાણ આપવામાં આવે છે અને ફડચામાં જતી મંડળીઓની વસુલાત આવતી નહીં હોવાથી બેન્કના િવકાસમાં બાધારૂપ બનતા હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...