તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે મૃતદેહને 7 દિવસ સાચવી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર | ભાવનગર | 11 જૂન

કોઇવ્યક્તિનું અવસાન થયું હોય અને બરાબર સમયે તેના અત્યંત નજીકનાં સગાં વિદેશમાં હોવાંના કારણે કે બીજા કોઇ પણ કારણસર હાજર થઇ શકે તેમ હોય ત્યારે મૃતદેહને સાંચવવાનું મુશ્કેલ હોય છે. કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા બધા કરી શકતા નથી. પરંતુ ભાવનગરી�ઓ માટે હવે બાબત ચિંત કે ખર્ચનો વિષય રહ્યો નથી. ભાવનગરની સર ટી હોસ્પિટલ સ્થિત સદવિચાર સેવા સમિતિ દ્વારા એક એવાં સાધનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના થકી મૃતદેહને વધુમાં વધુ 7 દિવસ સુધી સાંચવી શકાય છે.

સદવિચાર સેવા સમિતિના સ્વયંસેવી વ્યવસ્થાપક રાજેન્દ્રકુમાર ભટ્ટે કહ્યું કે અત્યાર સુધી મૃતદેહને લાંબો સમય સાંચવવો હોય તો તેની વ્યવસ્થા માત્ર પૈસાદાર લોકો કરી શકતા હતા. હવે વ્યવસ્થા અમીર-ગરીબ સૌ કોઇ કરી શકશે અને તે પણ કોઇ ખર્ચ વગર. તેમણે અંગે વધુ માહિતી આપતાં કહ્યું કે ભાવનગરના રતનબેન રામજીભાઇ મોણપરાના સ્મરણાર્થે રોટરી ક્લબ હસ્તક મોર્ચ્યુરી ચેમ્બરની જવાબદારી ભાવનગર સદવિચાર સમિતીને સોંપવામાં આવી છે. મોર્ચ્યુરી ચેમ્બર એક એવી સુવિધા છે કે તેની પેટીમાં મૃતદેહને 7 દિવસ સુધી સાંચવી શકાય છે. મોર્ચ્યુરી ચેમ્બર કોઇ પણ વ્યક્તિને સદવિચાર કચેરીના ફોન નંબર 2433695 પર ફોન કરવાથી વિનામૂલ્યે મળે છે. તેનો ઉપયોગ કરવા માટે લોકોએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેતો નથી. મોર્ચ્યુરી ચેમ્બર લોકોએ ઘરે લઇ જવાની હોય છે અને ત્યાં ચેમ્બર સાથે માત્ર વિદ્યુત પ્રવાહ જોડવાથી તે ચાલુ થઇ જાય છે. પ્લગ સાથે છેડો જોડ્યા પછી લોકોએ કંઇ કરવાનું રહેતું નથી. તેમાં આપોઆપ માઇનસ ડીગ્રીએ તાપમાન સર્જાય છે અને તે મૃતદેહને લાંબો સમય ટકાવવામાં ઉપયોગી બને છે. ઉપયોગ પૂર્ણ થયે ચેમ્બર સદવિચારને પરત કરવાની થાય છે. ફોન કરવાથી વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

કચેરીનો નંબર રાત્રીના સમયે લાગે તો વ્યવસ્થાપક સેવાભાવી રાજેન્દ્રકુમારના સેલફોન નં. 9429094466 અથવા વ્યવસ્થાકર્મી નરેન્દ્ર સરવૈયાના સેલ નંબર 9409442949 પર સંપર્ક કરી શકાય છે.

મોર્ચ્યુરી ચેમ્બર | પોતાના ઘરે લોકોને વિનામૂલ્યે સુવિધા મળશે

મોર્ચ્યુરી ચેમ્બરને માત્ર ઇલેક્ટ્રીક પ્લગ જોડવા સિવાય કોઈ ખર્ચ નહીં

અન્ય સમાચારો પણ છે...