તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરમાં પ્રથમ વખત સાયકલ પોલો ટુર્નામેન્ટ રમાડવામાં આવશે

ભાવનગરમાં પ્રથમ વખત સાયકલ પોલો ટુર્નામેન્ટ રમાડવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનાઆંગણે પોલો ચેમ્પિયનશિપને મળેલા અભૂતપૂર્વ આવકાર બાદ કેરેસીલ કાઉબોયઝ અને ભાવનગર પોલો કલબ દ્વારા આગામી સમયમાં સાયકલ પોલોનું આયોજન કરવામાં આવનાર છે, અને તેના માટેની પ્રેક્ટિસ પણ ખેલાડીઓએ શરૂ કરી દીધી છે.

ભાવનગર યુનિવર્સિટીના પેડક ગ્રાઉન્ડ ખાતે અાગામી સમયમાં સાયકલ પોલો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવનાર છે, અને ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે. તમામ 8 ટીમોને ભાવનગરના અગ્રણી ઉદ્યોગગૃહો દ્વારા ધારણ કરવામાં આવશે, અને ખેલાડીઓને તેઓ પોતાની ટીમમાં સામેલ કરશે.

એક્રેસિલ લિમિટેડના ચિરાગ પારેખ દ્વારા ભાવનગરમાં પોલોની રમત પ્રચલિત બનાવ્યા બાદ સાયકલ પોલોનો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલ ભાવનગર યુનિવર્સિટી કાર્યાલય નજીક આવેલા મેદાનમાં સાયકલ પોલોની સવાર-સાંજ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

ચિરાગ પારેખના જણાવ્યા પ્રમાણે, ભાવનગરની ખેલકૂદ પ્રેમી જનતા સમક્ષ સાયકલ પોલોની રમત અમે પ્રથમ વખત રજૂ કરી રહ્યા છીએ, આગામી સમયમાં સાયકલ પોલોની સ્ટ્રોન્ગ ટીમ બનાવી રાષ્ટ્રીયકક્ષાએ રમવાની પણ ઇચ્છા છે.

આયોજન | યુનિ.કાર્યાલય નજીકના મેદાનમાં પ્રેક્ટિસ શરૂ

સાયકલ પોલોના નિયમો શું હોય છે ?

મેદાન150 મીટર લાંબુ, 100 મીટર પહોળુ હોય છે. ગોલ પોસ્ટ 4 મીટરની હોય છે, 2.5 મીટરની ઉંચાઇ અને 1.5 મીટર પહોળાઇ હોય છે. કોઇપણ બ્રાન્ડની સામાન્ય સાયકલનો ઉપયોગ થઇ શકે છે, મડ ગાર્ડ, ટંકોરી, સ્ટેન્ડ, કેરીયર અને ગીયર જેવા એકસ્ટ્રા એટેચમેન્ટનો સાયકલમાં ઉપયોગ થઇ શકે નહીં. ટેનિસ બોલનો ઉપયોગ થાય છે. મેલેટ 36, 34, 32 ઇંચની હોય છે. એક ગેમમાં 4 ચકર હોય છે, 7.30 મીનીટનું એક ચકર હોય છે, સીનિયર વિભાગની ફાઇનલમાં 5 ચકરની હોય છે. એક ટીમમાં 4 ખેલાડીઓ હોય છે, 4 ખેલાડીઓ એકસ્ટ્રા હોય છે.

આઠ ટીમો વચ્ચે લીગ કમ નોકઆઉટ ધોરણે અનોખી ટુર્ના. રમાશે

અન્ય સમાચારો પણ છે...