તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયન પ્રોજેક્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસંહદર્શન માટે 250 િકલોમીટર દૂર સાસણ સુધી જવંુ પડતું હતું તે અંતર આગામી િદવસોમાં ઘટી જશે. કેન્દ્રીય વન મંત્રાલય દ્વારા મંજૂરી મળતા હવે ભાવનગરથી માત્ર 160 કિ.મી. દૂર ધારી-આંબરડી નજીક લાયન પાર્ક બનવાનો છે. તેનો સીધો લાભ ભાવેણાવાસીઓને મળવાનો છે. સાસણ સિવાયના અન્ય સ્થળે પણ એશિયાટિક લાયનને જોઈ શકાય તેવી વ્યવસ્થાના ભાગરૂપે સફારી પાર્કની યોજના દસેક વર્ષથી પડતર પડી હતી. કેન્દ્રીય વન મંત્રાલય દ્વારા અટકાયેલા પ્રોજેક્ટને તાજેતરમાં 5મી જૂન પર્યાવરણ િદને લીલી ઝંડી બતાવી દેવાતા હવે ટૂંક સમયમાં ભાવનગરથી નજીક અમરેલી-ભાવનગર િજલ્લાની સરહદે ધારી નજીક પાર્ક બનશે.

ભાવનગર અને અમરેલી જિલ્લાની બોર્ડર પર બનનારા લાયન પાર્કથી આસપાસના િવસ્તારનો િવકાસ થસે. પ્રવાસીઓ માટે સાસણગીર જેવું સ્થળ બન્યા બાદ ટુરિઝમને બળ મળવાનું હોય લોકોમાં અત્યારથી હર્ષ છવાયો છે.

ભાવેણાવાસીઓને હવે સિંહ દર્શન માટે છેક સાસણ નહિ જવું પડે

અન્ય સમાચારો પણ છે...