તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહેણાંકોમાં રસ્તા 12 મીટર પહોળા રાખવા પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |11 જૂન

રાજ્યસરકાર દ્વારા તાજેતરમાં મહાનગરોમાં GDCR મુજબ કરાયેલા ફેરફાર મુજબ ભાવનગરનો D2 કેટેગરીમાં સમાવેશ કરાયો છે, સુવિધા વધારામાં ખાસ કરીને રસ્તાની પહોળાઇ, પાર્કિંગ, કોમન પ્લોટ સહિતમાં વધુ અસર જોવા મળશે. બાંધકામ, માર્જિંન સહિતમાં મોટી અસર પડશે. રહેણાંકમાં હવેથી ફરજિયાત પણે 12 મીટર પહોળા રસ્તાઓ રાખવા પડશે. 12 મીટર પહોળા રસ્તા ઉપર બધા ફલોરમાં કોમર્સિંયલ બાંધકામો થઇ શકશે. લગત મંજુર લે આઉટના રસ્તા સાથેની એલાઇમેન્ટમાં રસ્તાની પહોળાઇ, લગત રસ્તાની લંબાઇ ગણીને પહોળાઇ મુકવાની રહેશે, નિયમ પ્રેકટીકલ રીતે વાયેબલ નથી. આવી રીતે ઇન્ટરનલ રોડની લંબાઇ, લાગુ પબ્લીક રોડ કે ડી.પી/ ટી.પી.થી ગણી પહોળાઇ મુકવાની રહેશે, નિયમ પણ બાયેબલ નથી !!

નવા GDCR મુજબ મીનીમમ બિલ્ટઅપ મીની માર્જીન છોડ્યા બાદ જે મળી શકે તે મુજબ ટકાવારી મુજબ બલ્ટઅપ ગણવાનો રહેશે નહીં. એટલંુ નહીં બિલ્ડીંગ હાઇટમાં સ્ટીલ્ટ પાર્કિંગ હાઇટ બાદ ગણવાના રહેશે નહીં. તે હાલમાં બાદ મળે છે.

હાલના નિયમોમાં 30 મીટરના રોડ સુધી 4.5 મીટર માર્જિન તથા 45મી મીટર સુધી 6 મીટર માર્જિંન સાઇડ તથા રીયર માર્જિન S2 કેટેગરી માટે કોમન જીડીસીઆરમાં પ્રોવીઝનની સ્પષ્ટતા થતી નથી. ખાસ કરીને માર્જિનમાં અપર ફલોટમાં 1.2 મીટરની ખુલ્લી બાલ્કની તથા 0.45 મીટરનંુ પ્રોજેકશન કવર કરવા દેવામાં આવશે. જે યુઝ એફ.એસ.આઇ.માં ગણાશે.

પ્લોટની સાઇઝ પણ મિનીમમ રીતે રહેંણાકમાં 100મીટર, કોમર્સિંલ માટે 250 મીટર અને ઇન્ડસ્ટ્રીયલ માટે 350 મીટર રાખવાની રહેશે. અન્ય ઉપયોગ માટે જુદી જુદી સાઇઝના પ્લોટ રહેશે.

નવા સુધારા વધારામાં એપાર્ટમેન્ટ ફલેટ 100 ચો.મી.માં થઇ શકશે. પ્લોટની મીનીમમ પહોળાઇ 9 મીટર તથા ઉંડાઇ 18 મીટર સુધીના પહોળા રસ્તા સુધી 1:2ના રેશિયાથી વધુ નહીં તથા 18 મીટરથી વધુ પહોળા રસ્તાઓ પર 1 :3 ના રેશિયા મુજબ ઉંડાઇ રાખવાની રહેશે. હાલના નિયમોમાં ઓછામાં ઓછી પહોળાઇ 3 મીટર તથા રેશિયો લાગુ નથી.

નીતિ નિયમો | એલાઇમેન્ટમાં રસ્તાની પહોળાઇ, લગત રસ્તાની લંબાઇ ગણીને પહોળાઇ મુકવી શક્ય નથી

અન્ય મહાનગરની જેમ

ખાસ નિયમ રાખવા જોઇએ

^રાજકોટ,અમદાવાદમાં હાર્ડશીપ નીચે ખાસ નિયમ તરીકે લાગુ નિયમોને પણ ચાલુ રાખ્યા છે, તેમ ભાવનગરમાં પણ હોવંુ જોઇએ. કાળિયાબીડને DP પ્લાનમાં R1 ઝોન તરીકે હોય તે મુજબ FSI આપવો જોઇએ.ઇન્ફ્રા. કન્સલન્ટન્ટ યોર જનરલ ઇન્ફ્રા, ઇલે. એન્જિ ફોર ઇલે. નેટવર્ક, મિકે. એન્જિ. ફોર ડ્રેનેજ એન્ડ વોટર સપ્લાય, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સ., કવોલીફાઇડ ઇન્ટી. ડીઝાઇનર્સ અને સ્પે. કન્સલ્ટન્ટ ઓફ સર્વેયરનો સેવા લેવાના પ્રોવિજનન નિયમોમાં સમાવેશ કરવાની જરૂર હતી. >વીજયપારેખ, કન્સલન્ટન્ટ,ભાવનગર

નવા GDCRમાં ભાવનગરનો D2 કેટેગરીમાં સમાવેશ કરાતા પાર્કિંગ, રસ્તાની પહોળાઇ પર સિધી અસર

અન્ય સમાચારો પણ છે...