તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂવાપરી રોડ પરની ફેક્ટરીમાં ગેસ ગળતરથી 4ને ઝેરી અસર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરરૂવાપરી રોડ પર આવેલ એકસલ ઈન્ડસ્ટ્રીઝમાં આજે કોઈ ઝેરી ગેસ લીક થતા કંપનીની બાજુમાં આવેલ રૂવાપરી મંદિરની બાજુમાં રહેતા બે મહિલા તથા બાળા સહિત ચાર વ્યક્તિને તેની ગંભીર અસર થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

શહેરના રૂવાપરી રોડ પર આવેલ એકસલ ઈન્ડસ્ટ્રીઝમાં આજે કોઈ કારણસર અચાનક કોઈ પીપ ફાટતા અને ગેસ લીક થતા તેની ઝેરી અસર કંપનીની બાજુમાં રહેતા કવિતાબેન કૌશીકભાઈ રાવળ (ઉં.વ.31), પલકબેન કિરણભાઈ રાવળ (ઉં.વ.13), તારીકાબેન લલીતભાઈ રાવળ (ઉં.વ.આ.30) તથા િહંમતભાઈ મધુસુદન રાવળ (ઉં.વ.આ.40)ને થતા બે અસરગ્રસ્તોને સર ટી. હોસ્પિટલ તથા બેને ખાનગી હોસ્પિટલમાં તાબડતોબ ખસેડાયા હતા. જ્યાં બે જણની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તથા જરૂરી તપાસ હાથ ધરી હતી.

કંપનીની બાજુમાં રહેતા વિપ્ર પરિવારના સભ્યોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો