તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • 2017ની સાલની શરૂઆતમાં પોસ્ટ ખાતાએ 15.56 લાખનું સોનું વેચ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2017ની સાલની શરૂઆતમાં પોસ્ટ ખાતાએ 15.56 લાખનું સોનું વેચ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન િરપોર્ટર¿ ભાવનગર | 19 માર્ચ

પોસ્ટવિભાગ માત્ર ટપાલ સંબંધિત સેવાઓ આપે છે એવું નથી. ખાતાની સમાંતર બેંકીંગ સેવા તો વર્ષોથી છે જ, છેલ્લા એકાદ દોઢ વરસમાં સોનું અને ગંગાજળ જેવી વસ્તુઓનું વેચાણ પણ પોસ્ટ ખાતાં દ્વારા થઇ રહ્યું છે. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસે નવા શરૂ થયેલા વરસમાં રૂ. 309નું ગંગાજળ અને રૂ. 15.56 લાખનું સોનાનું વેચાણ કર્યું છે.

પોસ્ટલ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર પોસ્ટમાં છલ્લા દોઢેક વરસથી સોનું અને ગંગાજળ જેવી બે કિંમતી વસ્તુઓના વેચાણનો પ્રારંભ થયો છે. ટપાલ કચેરીએ રૂ.15 અને રૂ.22 એમ બે પ્રકારની બોટલો રાખવામાં આવે છે. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસે છેલ્લા 3 માસમાં 15 બોટલોનું વેચાણ કરીને રૂ. 309 રૂ.ની કમાણી કરી છે.

બીજી તરફ, ખુદ વડાપ્રધાને જેની જાહેરાત કરી હતી તે સોવરીન ગોલ્ડ બોન્ડની યોજના હેઠળ બોન્ડ રૂપે સોનાનું પણ વેચાણ કરવામાં આવે. રોકાણકારો યોજનાનો સારો એવો લાભ લેતા થયા છે. દર મહિને બહાર પડતી સ્કીમમાં બોન્ડ મેળવવા માટે 5 દિવસનો સમય આપવામાં આવે છે. ચાલુ માસમાં પોસ્ટ ખાતાના 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.28,923 રહ્યો હતો. જેની સામે સોનાનો બજારભાવ રૂ. 32000 આસપાી રહ્યો હતો. સોનાનો લોગ ઇન પીરીયડ 6 વર્ષનો હોય છે અને 3 વર્ષ પછી તેનું વેચાણ પણ કરી શકાય છે. પોસ્ટલ સુત્રો અનુસાર 2017માં હાલના અઢી માસમાં 538 ગ્રામ એટલે કે રૂ. 15,56, 434 ની કિમતના સોનાનું વેચાણ કર્યું છે. ડેડ પોસ્ટ માસ્તર મીહિર ગાંધીએ કહ્યું કે સોવરીન ગોલ્ડ બોન્ડ સરકારની યોજના છે અને તેમના એજન્ટ સમાન છીએ. વેચાણ વધારવા માટે માર્કેટીંગ એક્ઝીક્યૂટીવથી લઇને પોસ્ટમેન સુધીના કર્મચારીઓ પ્રયત્ન કરે છે.

સોનું હાથો હાથ નથી આપવામાં આવતું

^સોવરીનગોલ્ડ બોન્ડ યોજના હેઠળ સોનું હાથોહાથ નથી આપવામાં આવતું તેની કિંમતના બોન્ડ મળે છે.તે વટાવવામાં આવે ત્યારે તેની બજારભાવ હોય તેટલી કિંમત મળે છે. વેચાણ વધારવા માટે પોસ્ટના માર્કેટીંગ વિભાગ દ્વારા વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે. >એન.બી.કુંડારા,ભાવનગરપોસ્ટ

સોનાની રીતે ખરીદી બાદ તેનું ત્રણ વર્ષ પછી વેચાણ પણ શક્ય

એક્સ્ટ્રા સર્વિસ| ટપાલ અને બેન્કિંગ સિવાયની પણ પોસ્ટની સેવાઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો