તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટપાલખાતું ભાવનગરમાં કાઢી આપશે પાસપોર્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર¿ ભાવનગર | 19 માર્ચ

પાસપોર્ટકઢાવવા માટે ભાવનગરમાં થતા કેમ્પની રાહ જોવી અથવા તો રાજકોટ કે અમદાવાદ કચેરીએ ધક્કા ખાવા સહિતની ભાવનગરી�ઓની મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત આવી જશે. ભાવનગર પોસ્ટ �ઓફિસમાં એક નાનકડું પાસપોર્ટ સેન્ટર બનશે. માટેની તૈયારીને આખરી �ઓપ અપાઇ રહ્યો છે.

ચીવટ અને ચોકસાઇભરી કાર્યપદ્દતિ માટે ખ્યાત એવા પોસ્ટ ખાતાંને પાસપોર્ટ કાઢી આપવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરોમાં ટપાલ ખાતાં સંલગ્ન પાસપોર્ટ સેન્ટરો ખોલવાની કન્સેન્ટ મળી ગઇ છે અને તેમાં ભાવનગર ડીવીઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંજૂરીને લઇને આગામી ટૂંક સમયમાં ભાવનગર ખાતે હાઇકોર્ટ રોડ પર આવેલી જીલ્લાની હેડ પોસ્ટ �ઓફિસ ખાતે પાસપોર્ટ સેન્ટર ઊભું કરવામાં આવશે. સંભવત: માટે પોસ્ટ ખાતાંનો સ્ટાફ કામ કરશે અને પોસ્ટના સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. માટે એક ખાસ સોફ્વેર તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ પ્રકારના સર્વે પણ થઇ રહ્યા છે. તમામ પ્રક્રિયા હાલ પાઇપલાઇનમાં છે. પરંતુ તેના અમલીકરણને હવે વધુ દિવસોની વાર નથી.

પછી રાજકોટ-અમદાવાદના ધક્કા અને કેમ્પની રાહ જોવી નહીં પડે

ટૂંક સમયમાં ગમે ત્યારે

^માત્રભાવનગરમાં નહીં, સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે પોસ્ટ ખાતાં સંલગ્ન પાસપોર્ટ કચેરી�ઓ ખુલવાની છે. તેમાં ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે તે હકીકત ખરી છે. જો કે ચોક્કસ કઇ તારીખથી શરૂ થશે તે અંગે કોઇ સુચના નથી. પરંતુ ટૂંક સમયમાં શરૂ જરૂર થશે. >મિહીરગાંધી, હેડપોસ્ટ માસ્ટર, એચપીઓ, ભાવનગર

રાજ્યના અન્ય શહેરોની સાથે પાસપોર્ટ સેન્ટર તરીકે ભાવનગરનો સમાવેશ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો