અધૂરૂ કામ છતાં પૂલના લોકાર્પણથી પ્રજા ખફા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |9 ફેબ્રુઆરી

ભાવનગરમ્યુ. કોર્પોરેશન દ્વારા માલધારી સોસાયટી પાસેનો પુલ તૈયાર કરીને ખુલ્લો તો મુકી દીધો પણ શાસકને અણઆવડતથી વાહન ચાલકોની હેરાનગતિમાં વધારો થયો છે. પૂલ અને રોડ વચ્ચે ખખડધજ રોડથી વાહન ચાલકોએ પસાર થવામાં તોબા પોકારી જાય છે.ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ઉબડખાબડ રોડ અને પથ્થરાળ રસ્તાથી વાહન ચાલકો હેરાનગતિમાં મુકાઇ રહ્યા છે.

શહેરના સરદારનગરથી ભરતનગર વચ્ચે માલધારી સોસાયટી પાસે બેઠેલો પુલ ઉંચો અને પહોળો બનાવાયો છે. જે તે સમયે દબાણો પણ દૂર કરાયા હતા, જેથી વાહન ચાલકોમાં રાહત જન્મી છે, પરંતુ છેલ્લા એક વર્ષથી હાડમારીનો સામનો કરતા વાહન ચાલકોને પુલની અપેક્ષા હતી, તે સુવિધા તો મળી છે, પણ સાથોસાથ ખખડધજ રોડની ભેટ પણ મળી છે. માર્ગ પર ડામરના વાઘા પહેરાવાયા છે, પુલ નવો બનાવાયો છે, પરંતુ વચ્ચેનો એક કટકો એવો છોડી મુકાયો છે કે, વાહન ચાલકો મહામુશ્કેલીમાંથી પસાર થતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે.

ધુળની ડમરીઓ ઉડી રહી છે, મોટા પથ્થરો વાહનની અડફેટે ચડી રહી રહ્યા છે. પુલની સાથો સાથ રોડ અને પુલને જોઇન્ટ કરતા માર્ગની દશા એની એજ રાખવામાં આવી છે, પુલની સાથોસાથ રોડ બનાવવાનંુ શાસકને કેમ સુઝયુ તેવો સવાલ વાહન ચાલકોમાંથી ઉઠી રહ્યો છે.

ક્રોસ રોડને સીધો

કરવા અલગથી

ટેન્ડર કર્યંુ

^પુલઅને રોડ વચ્ચે 125 મીટરથી વધુ અંતરનો રોડ બનાવવાનો છે, તેનંુ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યંુ છે. ભૂતકાળમાં રોડ ક્રોસમાં હતો, તે સિધો કરવાનો છે, દબાણો દૂર થઇ ગયેલા છે, તેનો પ્રશ્ન નથી પણ જે રોડ નવેસરથી સીધો કરવાનો હોવાથી કામ અલગથી લેવાયંુ છે. >એમ.ડી.મકવાણા,કાર્યપાલકઇજનેર, મ્યુ. કોર્પોરેશન

માલધારી પુલનંુ લોકાર્પણ તો કરી નાખ્યંુ પણ રોડ અને પુલ વચ્ચે ખખડધજ માર્ગથી લોકો તોબા તોબા

અધિરાઇ | પુલ ખુલ્લો તો મૂકાયો, પણ વાહનચાલકોને હેરાનગતિની અપાઈ ભેટ

અન્ય સમાચારો પણ છે...