તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનવાડી ચોક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રદ્ધા, ભક્તિ અને શણગારના ત્રિવેણી સંગમ સમાન દુંદાળા દેવની આરાધનાના વિશિષ્ઠ પર્વ ગણેશ મહોત્સવ વરસાદી માહોલમાં પણ અખૂટ શ્રદ્ધાભેર ઉજવાઇ રહ્યો છે. જો કે ત્રણેક દિવસથી ગોહિલવાડમાં ચોમેર વરસાદી માહોલ જામતા વિઘ્નહર્તાએ જાણે પ્રજાજનોના પાણીના અને પાકના વિઘ્નો જાણે હરી લીધા હોય તેવા ધર્મોલ્લાસ સાથે શહેરભરમાં ઉજવણી જામી છે. ભાવનગર શહેરમાં ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, પાનવાડી, સરિતા સોસાયટી, સુભાષનગર, હલુરિયા, ચિત્રા, ભરતનગર, કણબીવાડ, સંસ્કાર મંડળ, વિઠ્ઠલવાડી, ગાયત્રીનગર સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની ભારે શ્રદ્ભાભરે ઉજવણી થઇ રહી છે. ભાવનગર શહેરમાં સવાર અને બપોરના સમયે વિવિધ સામાજિક અને સેવાકીય આયોજનો ગણેશઉત્સવની ઉજવણીના સ્થળે થઇ રહયાં છે. તો રાત્રિના સુમારે ભજન મંડળી�અો, સંગીતકારોના ગૃપ દ્વારા તબલા, હારમોનીયમ અને કરતાલ તેમજ સંગીતના સાધનોના સંગાથે પ્રાચીન અને અર્વાચીન ભજન, ભક્તિગીતોની રસલ્હાણીથી ગણપતિના ઉત્સવનો રંગ અનેરો બની જાય છે. તસવીર- અજય ઠક્કર

ગણેશોત્સવની ઉજવણીમાં શ્રદ્ધા, ભક્તિ અને શણગારનો માહોલ હવે તેની ચરમસીમાએ આંબ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો