ચોમાસા આરંભની રાહ વચ્ચે આજે ઉજવાશે ભીમ અગિયારશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકતરફ જ્યારે આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે ત્યારે આવતી કાલ તા.16 જૂનને ગુરૂવારે જેઠ સુદ 11, ભીમ અગિયારશ અથવા અને નિર્જળા એકાદશી કહેવાય છે. વર્ષે તા.16 જૂનને ગુરૂવારે, જેઠ શુદ ૧૧નાં રોજ નિર્જળા એકાદશી ઉજવાશે. નિર્જળા શબ્દ જેમ સૂચિત કરે છે તેમ નિર્જળા એટલે આખો દિવસ પાણી પીવું. નકોરડો કરવો. સૌરાષ્ટ્રભરમાં ભીમ અગિયારશના દિવસે વાવણી કાર્યને અતિ શુભ ગણવામાં આવે છે પણ વર્ષે હજી ચોમાસાની શરૂઆત થઇ હોય ગુરૂવારે ભીમ અગિયારશના પર્વે વાવણી કાર્ય શક્ય નથી.

ભીમ અગિયારશના દિવસે સૌરાષ્ટ્રમાં કેરી ખાવાની અને સાસરે ગયેલી બહેનો અને દીકરીઓને તેના ઘરે કેરી પહોંચાડવાની પરંપરા વર્ષો જૂની છે. આમ તો અગિયારશે ઉપવાસનું મહાત્મ્ય છે પણ ફળાહારમાં કેરી ખાવાની પરંપરા રહી છે. પર્વ બાદ આમ પણ ચોમાસુ જામવાનું હોય કેરી ખવાતી હોય પર્વે કેરી ખાવાની મોજ સૌ કોઇ ઉઠાવે છે. જો કે વર્ષે હજી ચોમાસાના જામવાના કોઇ એંધાણ દેખાતા નથી.

ભીમ અગિયારશના દિવસે ભગવાનને ફળમાં કેરી ધરવાનું મહાત્મ્ય છે. એકાદશીનું વ્રત કરનારને તીર્થ યાત્રાનું ફળ મળે, નિર્જળા એકાદશીનું શ્રઘ્ધાપૂર્વક વ્રત કરવાથી મનુષ્ય મોક્ષનો અધિકારી બની ઉચ્ચ કોટીમાં ગતિ કરે છે. વૃક નામનો અગ્નિ ધરાવતા ભીમનું એક નામ વૃકોદર પણ છે. આમ ભીમે કરેલા વ્રતનાં કારણે એકાદશી ભીમ અગિયારશ તરીકે પ્રસિદ્ધ થઇ. પાંડવ એકાદશી તરીકે પણ કેટલાક વિસ્તારમાં પ્રખ્યાત છે.

આજે વાવણી તો શું

ચોમાસુ પણ શરૂ નથી થયું સૌરાષ્ટ્રમાંભીમ અગિયારશની વાવણી કરવાની પણ એક પ્રાચીન પરંપરા રહી છે. જેને આજે પણ ખેડુતો શુભ અને શુકનવંતી માને છે. ભીમ અગિયારશ પછી ચોમાસાનો પ્રારંભ થાય એવી પણ એક માન્યતા છે.જો કે વર્ષે હજી સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ તો શું ચોમાસાનું આગમન પણ નથી થયું ત્યારે વર્ષે ભીમ અગિયારશે વાવણી થાય તે શક્ય નથી.

ઓણ સાલ હજુ વરસાદ નહીં હોવાથી વાવણી અશક્ય

પર્વ| અગિયારશે કેરી ખાવાની અને ખવડાવવાની પરંપરા

અન્ય સમાચારો પણ છે...