તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • મહિલાઓની બળાત્કારની ફરિયાદો કેટલીક તો સાવ ખોટી : કાજલ ઓઝા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓની બળાત્કારની ફરિયાદો કેટલીક તો સાવ ખોટી : કાજલ ઓઝા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોલ્ડલેખિકા તરીકે જાણીતા કાઝલ ઓઝા વૈદ્યે ભાવનગર ખાતે મુલકાતમાં જણાવ્યું હતું કે, મહિલાઓ દ્વારા બ‌ળાત્કારની ફરિયાદો કરવામાં આવે છે, તેમાં કેટલીક ફરિયાદ ખોટી હોય છે. ઉપરાંત જ્યારે પણ એકથી વધુ વખત રેપ કર્યાની વાત રજૂ કરવામાં આવે છે. ત્યારે તેમાં નક્કી કંઈક ગરબડ હોય છે. કાયદાની કલમોનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

શહેરના યુરોલોજીસ્ટ ડો.િનમિત ઓઝાના પુસ્તક માટીનો માણસના િવમોચન પ્રસંગે કાઝલબેન ભાવનગરના અતિથિ બન્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, મા-બાપ સંતાનોના જાસૂસ, પોલિસ અને છેલ્લે ન્યાયાધીશ બને છે. ખરેખર તો હાલની પેઢી વધુ હોંશિયાર, પરિપકવ અને પ્રમાણિક છે. વાલીઓએ િવચારવું જોઈએ કે તેઓ જ્યારે 15-17 વર્ષના હતા ત્યારે કંઈ ખબર પડતી હતી. તેની સરખામણીએ પેઢી ઓછી ઉંમરમાં ઘણું બધું શીખી રહી છે. પોતના દીકરા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારના પ્રશ્નમાં તેમણે વાત કરી હતી.

મૂળ ભાવનગરના વતની અને જાણીતા પત્રકાર િદગંત ઓઝાના િદકરી કાજલબેને ઉદ્દઘોષિકા નેહલબેન ગઢવીની ઉપસ્થિતિમાં પોતાના જીવન િવષે વાત કરી કે, આર્થિક જરૂરિયાતને લઈને મારા જીવનમાં વળાંક આવ્યો હતો અને હું લોકો સમક્ષ કાઝલ ઓઝા વૈદ્ય બનીને આવી છું. મહિલાઓની ઘર, કુટુંબ, ઓફિસમાં પુરૂષોની સાથે સરખામણી કરવાની વાત નથી, કારણ કે મહિલાઓનું ખાસ સ્થાન છે.

વિમોચન | પુરૂષોની સરખામણીમાં મહિલાઓનું ખાસ સ્થાન છે

કાર્યક્રમમાંથી સાંભળેલું...

>ડૉ.નિમિત્ત ઓઝા : એક સોડાના બે ભાગ કરતા હશું પરંતુ રસોડા કે ઓરડાના બે ભાગ નથી કરતા. એક સોડાના બે ભાગ કરીને આખી કવિતાને જીવનારૂ શહેર એટલે ભાવનગર. ભાવનગરમાં ઉગવાનો અવસર મળ્યો છે બદલ ભાવનગરનો આભાર.” ‘‘માટીનું શરીર ઓઢીને આપણે સૌ વરસાદના શહેરમાં ફરીએ છીએ.’’

>કાજલ ઓઝા વૈદ્ય : દુઃખોને વાગોળવા માણસનો મૂળભૂત સ્વભાવ છે. આપણને ફરિયાદો કરવાની ટેવ પડી ગઈ છે.” “માણસ કુદરતે સર્જેલું વિસ્મયકારી સ્વરૂપ છે અને જીવન માણવા જેવું છે

>વિનોદ જોશી : તબીબ જીવ બચાવે છે, કવિ કે લેખક ભાષા બચાવે છે

લોકાર્પણ કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિના િવક્રમભાઈ ભટ્ટ, પ્રા.હિમલભાઈ પંડયા, ડો.ફિરદૌસ દેખૈયા, ડો.પરેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને સંચાલન નેહલ ગઢવીએ કર્યું હતું.

સરપંચથી માંડી ધારાસભ્યોમાં પતિદેવનો વહીવટ એટલે...

સ્ત્રીઓપોતે કશું નવું શીખવાની ધગશ રાખતી નથી. કેટલા ટકા મહિલાઓને બેન્કની સ્લિપ ભરતા, પતિનો બિઝનેસ ચલાવતા, પતિના કામ-ધંધા વિષે પૂરી ખબર હોય છે ? પરિણામે સરપંચથી માંડી ધારાસભ્યો સુધીમાં પતિદેવો વહિવટ કરતાં હોય છે તેવું જોવા મળે છે. સ્ત્રીઓના અલગ કવિ સંમેલન પણ બંધ થવા જોઈએ.

મા-બાપ સંતાનોના જાસૂસ, પોલીસ અને છેલ્લે ન્યાયાધીશ બને છે : ખરેખર હાલની પેઢી વધુ હોંશિયાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો