તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • આગામી 11 મેના રોજ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે લેવાશે ગુજકેટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી 11 મેના રોજ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે લેવાશે ગુજકેટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 20 માર્ચ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતમાં ડિગ્રી ઇજનેરી, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સના ચોથા સેમેસ્ટરના ગ્રુપ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની કસોટી તા.11 મે,2017ને ગુરૂવારે યોજવામાં આવશે.

અંગે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિએ જણાવ્યું છે કે ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજેનરી અને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ માગે ગુજકેટ કસોટી અનિર્વાય છે.

પરીક્ષા 11 મેના રોજ ભાવનગર સહિત તમામ જિલ્લા કક્ષાના કેન્દ્ર ખાતે યોજાવાની છે. કસોટીમાં ત્રીજા અને ચોથા સેમેસ્ટરના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે.

ગુજકેટ માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણવિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના ત્રણેય વિષયોના 120 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર હશે જેના ઉત્તર ઓએમઆર શીટમાં આપવાના રહેશે. પ્રશ્નપત્રો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવા માટેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.

ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર સંયુક્ત રહેશે

ભૌતિકશાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ફિઝીક્સના અને 40 પ્રશ્નો કેમેસ્ટ્રીના મળીને કુલ 80 પ્રશ્નો 80 ગુણ અને તેને માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે.

કુલ 120 માર્કની કસોટી

લેવામાં આવશે

વિષયપ્રશ્નો ગુણ સમય

ફિઝીક્સ 40 40 60 મિનિટ

કેમેસ્ટ્રી 40 40 60 મિનિટ

બાયોલોજી 40 40 60 મિનિટ

ગણિત 40 40 60 મિનિટ

કુલ સમય 240 મિનિટ

ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ત્રીજા-ચોથા સેમે.ના કોર્સ આધારિત પરીક્ષાઓ લેવામાં આવશે

કસોટી| આવેદનપત્ર ભરવાની તારીખ હવે જાહેર થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો