તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • મ્યુનિ. કોર્પો.ના 350 કર્મીઓને રૂ. 2.40 કરોડ એરિયર્સ ચૂકવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુનિ. કોર્પો.ના 350 કર્મીઓને રૂ. 2.40 કરોડ એરિયર્સ ચૂકવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |20 માર્ચ

ભાવનગરમ્યુ. કોર્પોરેશનના 350 જેટલા બાકી છઠ્ઠા પગાર પંચના એરિયર્સની રકમ મળવાનો માર્ગ મોકળો થયો છે, એપ્રિલમાં રૂપિયા 2.40 કરોડની ચૂકવણી કરી દેવાશે. નિર્ણયથી કર્મચારી વર્ગમાં રાહત સાથે હર્ષની લાગણી જન્મી છે.

મ્યુ. કર્મચારીઓને છઠ્ઠ પગાર પંચની રકમ ચૂકવવા અવાર નવાર યુનિયનોએ રજૂઆતો કરી હતી, તબ્બકાવાર અા રકમ ચૂકવાયા બાદ હજુ 350 જેટલા કર્મચારીઓને એરિયર્સની રકમ ચૂકવવાની બાકી છે, તે રકમ આગામી સમયે ચૂકવવા કમિશનર દ્વારા પરિપત્ર કરાયો છે.

જેમાં ચૂકવવા પાત્ર એરિયર્સની રકમ કરતા 7 ઉચ્ચક હપ્તાની ચૂકવેલી રકમ તથા ચૂકવવા પાત્ર બાકી રહેતી રકમ એરિયર્સની રકમ કરતા વધે નહીં તેની તકેદારી રાખવા, તેમજ કુલ એરિયર્સની રકમ કરતા ઉચ્ચક હપ્તાની રકમ અગાઉ વધારે ચૂકવાયેલી હોય તો તેની રિકવરી કરવામાં આવશે. તા. 1 એપ્રિલ 2010થી નિયુક્ત કર્મચારીઓને એરિયર્સ લાગંુ નહીં પડે.

કર્મચારી વર્ગમાં જન્મી રાહતની લાગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો