તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુપ્લિકેટ પાન કાર્ડ મામલે I-Tની કવાયતને સફળતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્કમટેક્સબિઝનેસ એપ્લિકેશન પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (આઇટીબીએ-પાન)ની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને તેના વડે પાન ઇસ્યુ કરનારા તંત્ર અને કરદાતાને તેઓના નામે અગાઉ કોઇ પાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યુ હશે તો તેની જાણ થઇ શકશે.

હવેથી પાન માટેની નવી અરજીઓ આવશે તો તેની સાથે આવકવેરા વિભાગના પોર્ટલ દ્વારા એક યુનિક ઓળખ સાથે આપવામાં આવશે. અગાઉ તંત્ર દ્વારા પાનકાર્ડનું ડુપ્લિકેશન ચેક કરવા માટે મેન્યુઅલ કામગીરી કરવામાં આવતી હતી, જે સંપૂર્ણપણે યોગ્ય હતી. પરંતુ નવી ઇલેકટ્રોનિક સીસ્ટમ એકદમ એક્યુરેટ છે. સરકાર દ્વારા ગત વર્ષે 2 લાખ રૂપિયાથી વધુની કિંમતની જ્વેલરીની ખરીદી સહિતના અનેક ટ્રાન્ઝેકશન માટે પાન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તેથી પાન મેળવવા માટે લોકોનો ધસારો છેલ્લા 8 માસથી વધી રહ્યો છે. હાલના ડેટા પ્રમાણે દેશમાં 24.37 કરોડ પાન રજીસ્ટર થયા છે અને તે પૈકી કેટલા ડુપ્લિકેટ છે તે અકળ રહ્યું હતુ.

આઇટીબીએ-પાન પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ પાનકાર્ડની વિગત જૂની વિગતો સાથે મેચ કરાશે અને સીસ્ટમમાં તે નંબર ડુપ્લિકેટ જણાશે તો તેને ઓટોમેટિક બંધ કરવામાં આવશે.

ધીરજ રાખવી હિતાવહ

અનેકઆર્થિક વ્યવહારો, શેર બજારમાં, બેંકોમાં ખાતા ખોલાવવા માટે પાનકાર્ડ ફરજીયાત બનાવવામાં આવ્યુ છે અને તેથી લોકો પાનકાર્ડ માટે ધસારો કરી રહ્યા છે. હાલ પાનકાર્ડ ઇસ્યુ કરવાની કામગીરીમાં ભરાવો થયો હોવાથી અરજદારોને બે-ત્રણ મહિના સુધી નવા કાર્ડ મળતા નથી. અધિરા સ્વભાવના લોકો એક મહિનાની રાહ જોયા બાદ પુન: બીજી અરજી કરે છે અને તેનાથી ડુપ્લિકેશનના સંજોગો વધી રહ્યા છે.

બેંક ખાતા, શેરબજારના ડિમેટ ખાતા ખોલાવવા સહિતના આર્થિક વ્યવહારો માટે પાનકાર્ડ જરૂરી

24.37 પાન કાર્ડ પૈકી કેટલા ડુપ્લિકેટ છે તે અકળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો