તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવા પ્રતિભા સન્માન સમારોહ અંતે મોકૂફ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 20 માર્ચ

MKBયુિન.ના અણઘડ આયોજનને કારણે આગામી તા.30મીએ પરીક્ષા દરમિયાન યુવા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સન્માન થનાર િવદ્યાર્થીઓ તેમાં નહીં જઈ શકવાની િવદ્યાર્થીઓની મુશ્કેલી અંગે િદવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચારે યુિનવર્સિટીને ઢંઢોળતા અંતે આજે યુિનવર્સિટીએ પરિપત્ર બહાર પાડી સન્માન સમારોહ મોકૂફ રાખ્યો છે.

ભાવ. યુિનવર્સિટી દ્વારા NCC, NSS, સ્પોર્ટસ અને કલ્ચરલ સહિતની પ્રવૃત્તિઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર િવદ્યાર્થીઓના સન્માનનું આયોજન કર્યું હતું. જે આવકારદાયક છે. પરંતુ આગામી તા.30મીને સવારે 11 કલાકે યુવા પ્રતિભા સન્માન સમારોહ યોજયો હતો અને તારીખે યુિનવર્સિટીમાં એસ.વાય.ટી.વાય.ની પરીક્ષા પણ છે.

જેથી જે િવદ્યાર્થીઓનું સન્માન થવાનું હોય તેજ પરિક્ષાને કારણે સમારોહમાં જઈ શકે નહીં. જે સંદર્ભે સૌરાષ્ટ્ર સમાચારે યુિનવર્સિટીની આંખ ખોલતા અંતે આજે યુિનવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડી યુિનવર્સિટીની પરીક્ષાઓ ચાલુ હોવાથી સન્માન સમારોહ મોકુફ રાખી સમારોહમાં વધુ િવદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટે વેકેશન પછી ઉઘડતી કોલેજે કોઈ એક તારીખ નક્કી કરવાનું જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષથી યુવા પ્રતીભા સન્માન સમારોહ યોજાયો નહી હોવાથી યુનિ. કોર્ટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે ત્યારે કાર્યક્રમ મોકૂફ રખાતા યુનિ. કોર્ટમાં હોબાળો થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો