તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જિ.પં.ના સભ્યો લેપટોપ સાથે બનશે હાઇફાઇ : પ્રશ્નોનું અપગ્રેડ જાણશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં.ના સભ્યો લેપટોપ સાથે બનશે હાઇફાઇ : પ્રશ્નોનું અપગ્રેડ જાણશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |20 માર્ચ

ભાવનગરિજલ્લા પંચાયત દ્વારા નવા વર્ષે કોઇ પણ કરભારણ નાખ્યા વગરના રૂપિયા 18.39 કરોડના પુરાંતલક્ષી બજેટને લીલીઝંડી અાપી છે, નવા વર્ષમાં તમામ સભ્યોને એક એક લેપટોપ અપાશે, જેમાં ખાસ એપ ડાઉન લોડ કરાશે, જેથી પંચાયતમાં અરજદારની ફાઇલ કયાં ટેબલ ઉપર પડી તે સદસ્યો ઘરબેઠા જોઇ શકશે, અથવા તો અરજદારની સામે ફાઇલની સ્થિતી જાણી શકશે. વિપક્ષ ચૂપચાપ બેઠો રહ્યો હતો.

ભાવનગર િજલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સંજયસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ સને. 2016/17નંુ સુધારેલંુ અને સને. 2017/18ના વર્ષના અંદાજપત્રને સર્વાનંુમત્તે બહાલી આપવામાં અાવી હતી. નવા વર્ષમાં સભ્યદીઠ રૂપિયા 2 લાખ ઉપરાંત વધુ રૂપિયા 4 કરોડના વિકાસના કામોની જોગવાઇ કરાઇ છે, સભા દરમિયાન વિપક્ષ-શાસક સભ્યો સામસામા રાજકીય કટાંક્ષ કરીને સંતોષ માન્યો હતો, બજેટ સંબધિત એક પણ ચર્ચા બેઠકમાં થઇ હતી, શાસક દ્વારા જે કંઇ બજેટમાં જોગવાઇ કરાઇ છે તેમાં વિપક્ષે હામાં હા ભણી દિધી હતી, ડીડીઓ આયુષ ઓકની ઉપસ્થિતીમાં સંચાલન ના. જિ.વિકાસ અિધકારી એચ.એલ.જોષીએ કર્યંુ હતંુ.

કૂવા ઉંડા ઉતારવા, રિચાર્જ કરવા સહાય

કૃષિક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે બજેટમાં પ્રથમ વખત એવી જોગવાઇ કરવામાં આવી છે કે, કુવા ઉંડા ઉતારવા અને કુવાઓને રિચાર્જ કરવા માટે જિલ્લા પંચાયત સહાય અાપશે. ખેત મજુરોને આકસ્મિત મૃત્યુના કેસમાં સહાય આપવામાં આવશે.

બજેટમાં શંુ નજરે તરી આવ્યંુુ ?

સભામાં સભ્યોએ કહ્યંુ...

{ શાસકના સભ્ય મોડા આવતા વિપક્ષે કટાંક્ષ કર્યો હતો કે, અમદાવાદમાં MLA ની ટિકીટ માંગવા ગયા હશે.

{ બાંધકામ ચેરમેન પદુભાએ કહ્યંુ, ટિકીટ લેવા નહીં આપવા આવે કયા સિનેમાની જોવે છે બોલો ?

{ વિપક્ષ સભ્ય ભરતભાઇએ કહ્યંુ, વ્યક્તિલક્ષી નહીં પ્રજાલક્ષી કામ હોય તો કહેજો રાજ્ય સરકારને અમે ભલામણ કરી દેશંુ

{ પ્રમુખ સંજ્યસિંહે પણ વાકબાણ છોડતા કહ્યંુ હતંુ કે, હવે રાષ્ટ્રપતિ તરીકે બીજેપી યોગ સ્વામિ બાબાને મુકશે.!!

{ વિપક્ષ સભ્યએ કહ્યંુ નવંુ કંઇ નથી, શાસક ગોવિંદભાઇએ કહ્યંુ દેશમાં કયાં કઇ નવંુ આવે છે !!

{ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ પરિવારના કોઇ સભ્યોની અંતિમક્રિયા માટે, રમત-ગમતના મેદાન માટે સહાય

{ બેરોજગાર યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન, તાલીમ, પરિક્ષા ફોર્મ ભરવામાં મદદરૂપ થવા કાર્યક્રમ

{ ગ્રામ્ય માં વાઇફાઇ સુવિધા કરવી

{ રખડતા-ભટકતા ખુટિયા અને ઢોરના નિકાલ માટે વ્યવસ્થા કરવી

{ િજ. પંચાયતમાં લીફ્ટ ફીટ કરવી, પંચાયત હસ્તકની મિલકતોનંુ આધુનિકરણ અને મરામત

{ ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન જાગાભાઇ બારૈયા અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન હીરાબેન અવૈયાને રિપીટ કરાયા હતા.

કર ભારણ વગરના બજેટને કારણે િવપક્ષે ધારણ કર્યું મૌન મુદ્દત પૂર્ણ બન્ને સમિતિના ચેરમેનોને પુન: િનયુક્ત કરાયા

પૂર્વ આયોજન | રૂ.18.39 કરોડના પુરાંતલક્ષી બજેટને લીલીઝંડી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો