• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • યુવતીને ગળામાં તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી કરાયેલી કરપીણ હત્યા

યુવતીને ગળામાં તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી કરાયેલી કરપીણ હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 14 સપ્ટેમ્બર

ભાવનગરશહેરનાં બોરતળાવ વિસ્તારમાંથી બુધવારે સવારે અજાણી યુવતીની ગળા પર તીક્ષ્ણ હથીયારનાં ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ.જે અંગેની જાણ થતાં એસ.પી.,ડીવાયએસપી,એલસીબી,ડીડીવીજન પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો.અને અંગે ઉંડી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગેની ડી.ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં બોરતળાવમાં એન.સી.સી.બોટ હાઉસ પાસે અજાણી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ ડી.ડીવીજન પોલીસને થતાં પીઆઇ.સહીતનો ણોલીસ કાફલો ઉપરાંત એસપી,ડીવાયએસપી,એલસીબી સહીતનો પોલીસ કાફલો ઉપરા઼ત ડોગ સ્કવોડ અને એફએસએલના અધીકારી પણ પહોંચી ગયા હતા.

પોલીસની પ્રાથમીક તપાસમાં યુવતિનાં હાથ પર બોલપેનથી લવ અને અજય એવું લખેલું વાંચવા મળ્યું હતુ. આથી બનાવ પ્રેમ પ્રકરણનો હોવાનું પોલીસને આશંકા છે.દરમ્યાન અંગે પોલીસે પ્રેમ પ્રકરણનાં કારણે હત્યા થયાની આશંકા સાથે તે દીશામાં તપાસ હાથ ધરી છે.

તેમજ કુંભારવાડાથી છેક બોરતળાવ સુધીમાં વચ્ચે આવતા સીસીટીવી કેમેરાના કુટેજ પણ મેળવી તે દીશામા પણ તપાસ હાથ ધરી છે.કુટેજમા એક મોટરસાયકલ ન઼.9343 દેખાય છે.તે કોની બાઇક છે તે અંગે પણ તપાસ આદરી છે.

ઘટનાં અંગે રંભાબેન દેવજીભાઇ પરમારે ડી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે. ઘટનામાં પોલીસે શંકાસ્પદ કેટલાક લોકોની અટકાયત કરી પુછતાછ હાથ ધરી છે.

મૃતક કુંભારવાડા,શાંતિનગરની રહિશ,હત્યા પ્રેમ પ્રકરણે થયાની પોલીસને આશંકા : શંકાસ્પદ શખ્સોની પૂછતાછ

ક્રાઈમ વોચ | શહેરમાં 1 અઠવાડીયામાં ખુનનો બીજો બનાવ

અન્ય સમાચારો પણ છે...