તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ચીનને હરાવી ભારતે ફીબામાં કાઠુ કાઢ્યુ : શક્તિસિંહ ગોહિલ

ચીનને હરાવી ભારતે ફીબામાં કાઠુ કાઢ્યુ : શક્તિસિંહ ગોહિલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | તહેરાન ખાતે રમાઇ રહેલી ફિબા એશિયા ચેલેન્જ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ટોચનો ક્રમાંક ધરાવતી ચીનની ટીમને હરાવીને ભારતની ટીમે ગ્રૂપ-ઇના બીજા રાઉન્ડમાં 70-64ના સ્કોરથી શનદાર વિજય મેળવ્યો હતો. 53મો ક્રમાંક ધરાવતી ભારતીય ટીમે ચીનને છેલ્લા બે વર્ષમાં બીજી વખત પરાજય આપ્યો છે. અગાઉ 2014ના જુલાઇમાં ભારતે વુહાનમાં ચીનને 65-58થી હરાવ્યું હતું. ભારતે ચાર મેચમાં પોઇન્ટ મેળવ્યા છે. ભારતીય ટીમના મેનેજર શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુકે, ભારતીય બાસ્કેટબોલ ટીમ બાસ્કેટબોલમાં કાઠું કાઢી રહી છે અને ચીન જેવી મજબૂત ટીમને પરાસ્ત કરવી તેની નીશાની છે.

અન્ય સમાચારો પણ છે...