51 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળા તાલુકાનાં ચોગઠ મુકામે સૌરાષ્ટ્ર રાવળ-જોગી સમાજનો સમૂહ લગ્નોત્સવ ભારે ધામધૂમથી પૂ.મોરારિબાપુની પાવન ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પ્રસંગે રાવળ જોગી સમાજની 51 કન્યાઓ લગ્નગ્રંથીથી જોડાઈ હતી.

ચોગઠ મુકામે દેવી ભાગવત કથાનાં વક્તા અને ડાક-ડમરૂનાં કલાકાર રામભાઈ રાવળ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગે પૂ.મોરારિબાપુએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યાં હતાં. પૂ.મોરારિબાપુએ કહ્યું કે જોગી સમાજએ ભગવાન શિવ-શક્તિના સંઘ છે. તેમજ રામભાઈ રાવળ અને ભરતભાઈ રાવળ રામ-ભરતની જોડી છે.

ડાક વાદક રામભાઈ રાવળ આટલું મોટું કામ કરી શકે તે ભગવતીની કૃપા છે.

આ પ્રસંગે અનેક સાધુ-સંતો તેમજ શક્તિસિંહ ગોિહલ, જસદણનાં ધારાસભ્ય કંુવરજીભાઈ બાવળીયા, પ્રજાણભાઈ મારૂ સહિત રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લોક સાહિત્યકારોએ આ પ્રસંગે રમઝટ બોલાવી હતી.

પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નમાં નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા.

અન્ય સમાચારો પણ છે...