અકવાડા નજીક બે બાઇક અથડાતા યુવકનું મોત થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.ભાવનગર. 16 જૂન

ભાવનગરપંથકમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક અકસ્માતનું પ્રમાણ વધી રહયુ છે. જેમાં વધુ આજે વધુ એક બનાવમાં બે બાઇક સામસામે અથડાતા એક યુવકનું મોત નીપજયું હતુ. જયારે સગીર સહિત ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયા એકની હાલત ગંભીર બતાવાય છે.

ભાવનગર પરામાં રહેતા પ્રતાપભાઇ નાગજીભાઇ ભુંભાણી તથા તેના મિત્ર ચોૈહાણ ભરતભાઇ લાલજીભાઇ મોટર સાયકલ પર કુડા જઇ રહયા હતા.તે વખતે સામેથી આવતા બાઇક સાથે ધડાકાભેર અથડાતા પ્રતાપભાઇનું મોત નિપજયું હતુ. જયારે ઘટનામાં ભરતભાઇ લાલાજીભાઇ ચોૈહાણ તથા સામેવાળા સંદીપભાઇ મનજીભાઇ મકવાણા,રાહુલ દીનેશભાઇ દિહોરા (ઉ.વ.16 )ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયા ભરતભાઇની હાલત તબીબે ગંભીર બતાવી છે. બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર પંથકમાં વધુ 1 અકસ્માત

સગીર સહિત ત્રણ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...