પાણી પ્રશ્ને મહિલાઓએ પાણી દેખાડ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર. 16 જૂન

શહેરમાંઉનાળાના અંત ભાગમાં પાણીનો ભારે કકળાટ શરૂ થયો છે. કોર્પોરેશનમાં લોકોના ટોળા શરૂ થયા છે. છેવાડાની સોસાયટીઓ તરસી રહે છે. તંત્ર કહે છે બધુ બરાબર છે! જોકે પાણી છે છતા પાણીથી વંચિત રહેવંુ પડે છે જેથી લોકોમાં રોષની લાગણી જન્મી રહી છે.

હાદાનગર વિસ્તારમાં સત્યનારાયણ નં.2માં છેલ્લા અઠવાડિયાથી પાણીની સમસ્યા છે. એક તરફ આકાશમાંથી અંગારા વરસે છે, તેવા સમય લોકો પાણીની તંગી ભોગવી રહ્યા છે. વરસાદનો કોઇ વરતારો દેખાતો નથી ત્યારે પાણીની જરૂરિયાત વધવાની સાથે અપુરતંુ પાણી મળતા લોકો મુસીબતોમાં મુકાયા છે. અાજે વિસ્તારના રહીશોનંુ ટોળંુ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા સમક્ષ રજૂઆત કરવા દોડી આવ્યંુ હતંુ. વચ્ચેથી લોકો મોટરો મુકીને પાણી ખેંચી લે છે, પરંતુ તંત્ર પાસે મોટર સ્કવોર્ડ નથી.!!

એ.ડિવિઝન પાછળ હરીજન વાસમાં લો-પ્રેશરની ફરિયાદ ઉઠી રહી છે. મિલેટ્રી સોસાયટીમાં બે દિવસથી પીવાનંુ ડહોળંુ પાણી વિતરણ થઇ રહ્યંુ છે. િસદસર રોડ પર, વાળંદ સોસાયટીની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટી ઠેર ઠેર મોટરોથી પાણી ખેંચી લેવાય છે, તંત્ર ચેકિંગની તસ્દી લેતંુ નથી. જેના લીધે આસપાસના લોકોને પુરતંુ પાણી મળતંુ નથી.

ઘોઘાસર્કલ ગ્રીન પાર્ક ફલેટમાં પાણી અનિયમીત મળે છે. આથી વહેલીતકે અંગે કોર્પોરેશને કાર્યવાહી કરવા માંગણી ઉઠી રહી છે.

કયાં કયાં પાણીની સમસ્યા સતાવે છે?

>શહેરની હાદાનગર સત્યનારાયણ સોસાયટી નં.2માં

> ઘોઘા સર્કલ ગ્રીન પાર્ક ફલેટમાં અપુરતંુ પાણી આવે છે

> એ.ડિવિઝન પાછળ હરીજન વાસમાં લો-પ્રેશર

> સરદારનગર બાલાજી હનુમાનજી મંદીર સામે લો-પ્રેશર

> િમલેટ્રી સોસાયટીમાં ગંદા પાણીની ફરિયાદ

લોક રોષ|હાદાનગરની છેવાડાની સોસાયટીમાં પાણી આવતંુ નથી

કોર્પોરેશન પાસે મોટર ચેકિંગ સ્કવોર્ડ નથી....

^છેવાડાનાસોસાયટીહોવાથી સત્યનારાયણમાં પાણીની મુશ્કેલી પડી રહી છે. ત્યા આજે સ્ટાફને મોકલીને પ્રેશર વધારવાની કાર્યવાહી હાથ ધરી છે. મોટર ચેકિંગ કરવા કોર્પોરેશન પાસે સ્કવોર્ડ નથી. > સી.સી.દેવમુરારી, કાર્યપાલકઈજનેર વોટર વર્કસ વિભાગ,

અન્ય સમાચારો પણ છે...