• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવેણાના પોતીકા અને પારિવારિક અખબારના 54 મા જન્મ દિને આશા અને અપેક્ષા

ભાવેણાના પોતીકા અને પારિવારિક અખબારના 54 મા જન્મ દિને આશા અને અપેક્ષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતો અને શૂરાની ખમીરવંતી ગોહિલવાડની ધીંગી ધરાની ખમીરવંતી પ્રજાનું પોતીકું અખબાર એટલે સૌરાષ્ટ્ર સમાચાર. ભાવેણાની પ્રજાની આગવી �ઓળખ સમાન અખબાર આજે રાષ્ટ્રના સ્વતંત્રતા દિવસ સાથે સ્થાપનાના 53 વર્ષ પૂર્ણ કરી 54માં વર્ષની મંઝીલનો આરંભ કરશે. ત્યારે અખબારના જન્મ દિવસે હર કોઇ ભાવેણાવાસી�ઓના હૈયે હરખની હેલી હોય તે સ્વાભાવિક છે.

એક અખબાર તરીકે છેલ્લા પાંચ પાંચ દાયકા કરતા વધુ સમયથી ભાવેણાની પ્રજાનું એક અભિન્ન અંગ બની રહ્યું છે ત્યારે અખબારના પાયામાં સિંચાયો છે ભાવેણાની પ્રજાનો અતૂટ વિશ્વાસ અને અનહદ આત્મિયતા.

સૌરાષ્ટ્ર જનાનામ હિતાય વદામિ.... સૂત્ર સાથે ઇ.સ.1964માં શરૂ થયેલા અખબારની વિકાસની કેડી કંડારવામાં પ્રતાપભાઇ શાહે સિંહ ફાળો આપ્યો છે તો ઇ.સ.2004માં ભાસ્કર ગ્રુપ સાથેના જોડાણ બાદ અદ્યતન ટેકનોલોજી, વિશાળ નેટવર્ક, ઉચ્ચ ગુણવત્તા અને વિકાસના સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે ભાસ્કર ગ્રુપના અખબારે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે.

અખબાર માત્ર સમાચારો પૂરતુ છાપુ નહીં રહેતા વાચકોના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. લોકોની જિંદગીના સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્વપૂર્ણ ફાળો અખબારના વાચને આપ્યો છે તે નિ:શંક છે. ભાવનગરમાં કોઇ પણ પ્રજાકીય કે સામાજિક કે ઔદ્યોગિક કે શૈક્ષણિક સમાજને લગતો પ્રશ્ન હોય કે કોઇ રીતે ક્ષેત્રોમાં ભાવનગરને અન્યાય થતો લાગે એટલે તરત અખબારે માત્ર પ્રશ્નને ઉજાગર કરવાનું નહીં પણ તેના નિરાકરણ સુધીની જવાબદારી સુપેરે નિભાવી છે.

ભાવનગરમાં લગભગ બંધ થવાને આરે આવી ગયેલા એરપોર્ટને પુન: ચેતનવંતુ કરવાનો પ્રશ્ન હોય કે ઘોઘા-દહેજની તદ્દન મંથર ગતિએ ચાલતી કામગીરીને ઝડપી આગળ ધપાવવાનો પ્રશ્ન હોય કે પછી ફોર લેન રોડ જેવા પ્રશ્નો હોય અખબારે હંમેશા અગ્રેસર રહી પરિણામલક્ષી કામગીરી કરી છે. સામાજિક સેવા ક્ષેત્રે અંગદાન જેવી પ્રવૃતિ માટે ભાવનગરમાં જન જાગૃતિ ફેલાવાનું અભિયાન ચલાવી રાજ્યમાં અંગદાન ક્ષેત્રે ભાવનગરનું નામ આદરથી લેવાતું કર્યુ છે. આવી રીતે દીકરીના જન્મના વધામણાનો એક તદ્દન નવતર કાર્યક્રમ પણ યોજી સમાજ સેવાનું કાર્ય પોતાની ફરજના ભાગ રૂપે કર્યુ હતુ. વખતો વખત સાંપ્રત વિષયોને સાંકળી નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવા આયોજનો કર્યા તો ભાવનગરમાંથી સ્થળાંતરની સમસ્યા વકરી રહી છે તેની દશા અને દિશા સ્પષ્ટ કરી તો કામદાર વીમાના દવાખાનાની સમસ્યાને વિગતવાર ઉજાગર કરી તેમાં ભરતી સહિતના પ્રશ્નનો નિકાલ પણ આણ્યો. વૃક્ષારોપણ હોય કે સફાઇ અભિયાન આવી પ્રવૃતિ�ઓ તો દર વર્ષે અખબાર કરે છે. વર્ષે તાજેતરમાં બનાસકાંઠામાં પૂર પ્રકોપ આવ્યો ત્યારે અખબારે પોતાનો ધર્મ સમજી સહાય કામગીરીમાં સાથે જોડાણ કરી જન જાગૃતિ ફેલાવી હતી.

આવી અનેકવિધ પ્રવૃતિ�ઓ કરી અખબારી ધર્મ સુપેરે નિભાવ્યો છે અને કારણ છે કે સૌરાષ્ટ્ર સમાચાર આજે પણ પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર છે. તાજેતરમાં અખબારમાં શહેર અને ગ્રામ્ય કક્ષાના સમાચારો મોટા પ્રમાણમાં આવે તો સાથે ધર્મ, સમાજ, સંસ્થા�ઓ અને રમત-ગમતના સમાચારો પણ વ્યવસ્થિત રીતે નિયમિતપણે આવતા થાય તેવો પ્રયાસ શરૂ કર્યો છે અને વાચકોએ પેહલને પણ ભારે ઉમળકાભેર અાવકારી છે.

આમ તો કોઇ પણ અખબાર સમાજનો અરીસો કહેવાય છે તેમાં સૌરાષ્ટ્ર સમાચાર તો માત્ર અરીસો રહેતા ઘરે ઘરે એક અભિન્ન કહેવાય તેવું પારિવારિક સભ્ય બની ગયું છે. અખબારની યુવા ટીમ ભાવનગરની પ્રજાની કોઇ પણ સમસ્યાને સમજી વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરવા કટિબદ્ધ છે તો સામા પક્ષે અમારી કોઇ ત્રૂટિ રહી જતી હોય કે ક્ષતિ હોય તો અમને ટકોર કરશો અમે પણ તે દુર કરવા પૂર્ણપણે કટિબદ્ધ છીએ.

તો આજના આઝાદીના પર્વે સૌ કોઇ વાચકોને આઝાદી દિનની શુભકામના અને આવો આપણે સૌ કોઇ આપણા ભાવેણાના સર્વાંગી વિકાસ માટે આજથી પ્રયાસ શરૂ કરીએ તેવી સૌરાષ્ટ્ર સમાચારના 54મા જન્મ દિને શુભેચ્છા.....

ગિરીશચંદ્રઅગ્રવાલ

ડાયરેકટર, ભાસ્કર જૂથ

અન્ય સમાચારો પણ છે...