આજે સાતમે લોકમેળામાં ઉમટશે હજારો ભાવિકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવ.શહેર-જિલ્લાની ઉત્સવપ્રિય પ્રજાએ આજે રાંધણ છઠ્ઠના પર્વે વિવિધ મિષ્ઠાન અને ફરસાણ રાંધી લીધા બાદ આવતી કાલ, તા.14 �ઓગસ્ટને સોમવારે, શીતળા-સાતમના પર્વે ચૂલો, સગડી કે પ્રાઇમસ કે રાંધણગેસ સળગાવશે નહીં. ગામડા�ઓમાં આજે પણ પરંપરા જળવાઈ રહી છે. શીતળા સાતમના પર્વે ટાઢુ ખાવાની પ્રથા છે. નાગપંચમી અને રાંધણ છઠ્ઠની ઉજવણી બાદ શીતળા-સાતમના અને આઠમના પર્વની ઉજવણી ગોહિ‌લવાડમાં પરંપરાગત રીતે થશે.

શીતળા સાતમના પર્વે ઘોઘા રોડ પરના શીતળા માતાના મંદિરે મેળામાં હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટશે. શીતળા માતાની પૂજા કરી પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગશે.

સેલિબ્રેશન | ઘોઘારોડ પર શીતળા માતાનાં મંદિરે લોકમેળો ભરાશે : દર્શનાર્થીઓની જામશે ભીડ

આજે ડો. એડવર્ડ જેનરને સલામીનો દિવસ

શીતળાસાતમની ઘણી બધી જૂની માન્યતા�ઓ સંબંધે કશું કહેવું નથી. જગત ભરમાં વ્યાપ્ત શિતળાના રોગના ઉપચાર તરીકે ઈંગ્લેન્ડના ડો. એડવર્ડ જેનરે વેક્સીનની શોધ કરી. 18મી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ 6 કરોડ લોકોને મહામારીએ ભોગ બનાવ્યા હતા. મહાન ડોકટરે સમાજની બહુ મોટી સેવા કરીને લાખો બાળકો જે વેરીયોલા વાઈરસને કારણે શિતળાના રોગથી મૃત્યુના મુખમાં હોમાઈ જતાં હતા તેમને બચાવી લીધા. મહત્વની શોધ માટે બ્રિટિશ સરકારે તેમને નાઇટ હૂડનો ખિતાબ આપી સન્માનિત કર્યા હતા. ઇ.સ.1986 થી તમામ દેશો રોગથી મુકત થતા રસીકરણ પણ બંધ કરવામાં આવ્યું છે. સાતમના દિવસે ડોકટરને યાદ કરી વંદન કરવા જોઈએ.

કોમી એકતાનું પ્રતિક અકવાડા શિતળા માતાનું મંદિર

ઘોઘારોડ પર અકવાડામાં બિરાજતા શિતળામાનો ઇતિહાસ ભવ્ય છે. આજથી વર્ષો પૂર્વે ગાડા રસ્તે વેપાર થતાં હતા ત્યારે કોળીયાકના વેપારી�ઓ ભાવનગરના રસાલા કેમ્પ પાસે ભીડભંજન આગળ અને અકવાડામાં શિતળામાંના મંદિર પાસે ગાડા છોડી વિસામો લેતા હતા ત્યારે કોળીયાકના છગનલાલ ગોગજીભાઇ કાનાણી નામના વેપારીને અકવાડા પાસે એક પથ્થર અચૂક નજરે ચડતો તેથી તે દર વખતે દૂર કરવાનો પ્રયત્ન કરે છતાં પણ તે ત્યાં રહેતો હતો. એક વખત વિશ્રામ વેળા શિતળા માતાજીએ તેમના સપનામાં આવી શીતળતા પ્રસરાવી હતી. આથી છગનદાદાએ પ્રથમ વખત સિંદુર ચડાવી પતાસા, વરીયાળી, કાળીદ્રાક્ષ જેવો પ્રસાદ ચઢાવી માનું વિધિવત સ્થાપન કર્યું હતું.

શીતળા-સાતમના પર્વે ચૂલો, સગડી કે પ્રાઇમસ કે રાંધણગેસ સળગાવશે નહીં : ટાઢુ ખાવાની પરંપરા

અન્ય સમાચારો પણ છે...