જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઇટી કવીઝનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાકક્ષાએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર દ્વારા અધિકૃત કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઇટી કવીઝ-2017નુ આયોજન કરવામાં આવશે.

સ્પર્ધામાં ફકત ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે જેમાં ધો.8થી12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શાળા દીઠ વધુમાં વધુ 1 ટીમમાં 2 વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. દરેક શાળામાંથી આવેલી ટીમો માટે કોમ્પ્યુટર આઇટી ક્ષેત્રના 40 પ્રશ્નોની એલિમિનેશન ટેસ્ટનુ આયોજન કરવામાં આવશે. તેમાંથી પસંદ થયેલ ટીમો માટે ઓડિયો વિઝયુલ રાઉન્ડ યોજાશે. ઓડિયો વિઝયુલ રાઉન્ડમાંથી પસંદગી પામેલ ટીમો 10 (20 વિદ્યાર્થીઓ) રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. નેશનલ રૂરલ આઇટી કવીઝ 2017માં પુછાનારા પ્રશ્નોની ભાષા અંગ્રેજી રહેશે.

જિલ્લા કક્ષાની રૂરલ આઇટી કવીઝમાં ભાગ લેવા ઇચ્છતી શાળાએ કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર પ્લોટ નં. 2206/4 પંજાબ નેશનલ બેંકવાળો ખાંચો સંસ્કાર મંડળ ભાવનગર ખાતે નોંધણી કરાવવી.

ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ માટે

અન્ય સમાચારો પણ છે...