• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માલધારી સમાજની માંગ

ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માલધારી સમાજની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલધારીસમાજ પર સામૂહિક હુમલો હળવદ ગામે દરબારો દ્વારા થયો અને તેમાં નિર્દોષ ભરવાડ માલધારી સમાજના લોકોને માર મારવામાં આવ્યો અને મોત પામ્યા તેઓને કોઇ પણ જાતનું રક્ષણ સરકાર દ્વારા મળ્યું હતું મૃતકોને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેમજ તાજેતરમાં રાજ્યમાં ઠેર ઠેર પૂર પ્રકોપ સર્જાયો છે તેમાં માલધારી સમાજના મૃત્યુ પામેલાઓને તેમજ પશુઓ જે મોતને ભેટ્યા હોય તેની સહાય કરવા સરકાર હૂકમ કરે તેવી રજૂઆત ભાવનગરના માલધારી સમાજના આગેવાન દિલીપભાઇ બુધેલિયાએ કલેકટરને આવેદનપત્ર આપી કરી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર દલિત આંદોલન, પટેલ આંદોલન, કોળી-ઠાકોર આંદોલન થયા છતાં કોઇ પણ કામ કરતી નથી. ચારેય બાજુ અંધાધૂંધી ફેલાઇ ગઇ છે તેમજ છેલ્લે પૂર પ્રકોપ આવ્યો તેમાં પણ કોઇ પગલા લેવાતા હોનારત સર્જાઇ છે ત્યારે રાજ્યમાં સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઇએ તેમજ માલધારી સમાજ, દલિત સમાજ અને કોળી સમાજને ન્યાય આપી શકનારા રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના તત્કાલ રાજીનામાની માંગ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...