• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જળ જાગૃતિ માટે રથયાત્રામાં સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ઝુંબેશ

જળ જાગૃતિ માટે રથયાત્રામાં સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ઝુંબેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં શનિવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રમાં ચાલુ વર્ષે લોકજાગૃતિ અંગેના અનેકવિધ ફ્લોટો હશે. પાણીને વેડફતુ અટકાવવા માટે લોકો જાગૃત બને તે માટે િદવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ચલાવાતા જળ શ્રી કૃષ્ણ અભિયાનને પણ આ રથયાત્રામાં આવરી લેવાશે.

રથયાત્રામાં સામેલ વિવિધ ફ્લોટો પર જળ છે તો જીવન છે અને જળનો વેડફાટ અટકાવો સહિતના જાગૃતિ સ્લોગનો સાથે જળ શ્રી કૃષ્ણના પોસ્ટરો પણ લગાડાશે. રથયાત્રા એ અનેક લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલી છે ત્યારે આ શ્રદ્ધાની સાથે સામાજિક જાગૃતિ પણ આવે અને રાષ્ટ્રવાદ પણ મજબૂત બને તે માટેના પ્રયાસો છે. તેમ રથયાત્રા મહોત્સવ સમિતિના સ્થાપક સભ્ય અને સંચાલક હરૂભાઇ ગોંડલિયાએ જણાવ્યું હતું.

ઉનાળાના છેલ્લા િદવસો અને વરસાદ ખેંચાતા ઉભી થયેલી પાણીની તંગીનો નગરજનો અનુભર કરી ચૂક્યા છે. ત્યારે રથયાત્રા-જળ શ્રી કૃષ્ણ યાત્રા દ્વારા લોકોમાં પાણીનું મહત્વ અને જળ છે તો જીવન છે ની પ્રતિતિ થાય તેવો પ્રયાસ છે.

આમ, આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતી કાલ શનિવારે ભાવનગર શહેરમાં ફરવાની છે ત્યારે લોકો ભગવાનના દર્શન કરે તેની સાથે તેમનામાં પાણી બચાવવા અંગે જાગૃતિ કેળવાય તે માટે િદવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા અભિયાન ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...