ભાવનગરમાં 3 પોસ્ટ ઓફિસો કંગાળ હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં એક તરફ ટપાલ સેવાને લગતા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે ત્યારે શહેરમાં 3 પોસ્ટ �ઓફીસો એવી છે જે માત્ર લોકો માટે જ નહીં, અગવડોનું ધામ બની ગઇ છે. અત્યંત નાની જગ્યામાં ચાલતી ચિત્રા પોસ્ટ �ઓફીસ તેમ જ જર્જરીત હાલતમાં રહેલી કુંભારવાડા પોસ્ટ �ઓફીસ તથા ચોમાસે જ્યાં કર્મચારી�ઓએ ભીંજાતાં-ભીંજાતાં કામ કરવું પડ્યું હતું તેવી આનંદનગર પોસ્ટ �ઓફીસ એવી હાલતમાં છે કે લોકો વહેલી તકે તેનું નવીનીકરણ ઝંખી રહ્યા છે.

પોસ્ટલ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શહેરની આનંદનગર પોસ્ટ �ઓફીસ એટલી કંગાળ હાલતમાં છે કે તેના ઉપરના ધાબાની દિવાલો પરથી પાણી ટપક્યા કરે છે. અને ચોમાસે તો આ સ્થળે કામ કરવું પણ અત્યંત મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ છે. ચોમાસામાં અહી પડતાં પાણીને કારણે કોમ્પ્યુટર સિસ્ટમ પણ ઠપ થઇ ગઇ હતી. આ પોસ્ટ ઓફીસ તત્કાલ નવીનીકરણ ઝંખી રહી છે. કુંભારવાડા પોસ્ટ �ઓફીસની હાલત પણ વર્ષોથી અત્યંત કંગાળ છે. પોસ્ટ �ઓફીસની દિવાલો પરથી પોપડા ખરી રહ્યા છે અને ખંડેર જેવી સ્થિતિ છે. આ પોસ્ટ �ઓફીસની બહારની સ્થિતિ જેટલી ખરાબ છે એટલી ખરાબ સ્થિતિ અંદરની પણ છે. લોકો ઇચ્છી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ પોસ્ટ �ઓફીસનું સ્થળ બદલવામાં આવે.અત્યંત નાની જગ્યામાં ચાલતી ચિત્રા પોસ્ટ �ઓફીસ પણ અગવડો અને અસુવિધા�ઓનું ધામ બની ગયેલી છે. એકદમ સંકડાશભરી સ્થિતિ વચ્ચે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ હાલમાં સીબીએસ સિસ્ટમ આવી છે. આ આધુનીકીકરણ સાથે જગ્યાને પણ આધુનિક બનાવવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે. જો કે પોસ્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ એન.બી. કુંડારા જણાવી રહ્યા છે કે પોસ્ટ ખાતું નવા મકાનની શોધમાં છે અને આગામી દિવસોમાં આ સ્થિતિ સુધરશે.

પોસ્ટ વિભાગને કોઇ મકાન

આપે એ નવાઇની વાત
કુંભારવાડા પોસ્ટ ઓફીસ માટે છેલ્લા બે વર્ષથી સુપ્રીન્ટેન્ડેન્ટ કચેરી દ્વારા નવી જગ્યા માટે નવું મકાન મેળવવાની કાર્યવાહી થઇ રહી છે પરંતુ આજે ને કાલે કરતાં કરતાં હજુ સુધી જૂની જગ્યાએથી આ પોસ્ટ ઓફીસને નવી જગ્યાએ ફેરવવાનું મૂરત નીકળતું નથી.

અન્ય સમાચારો પણ છે...