• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વરતેજ અને ખોડિયાર રેલવે સ્ટેશને યોગ્ય પ્લેટફોર્મ નથી

વરતેજ અને ખોડિયાર રેલવે સ્ટેશને યોગ્ય પ્લેટફોર્મ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 24 ફેબ્રુઆરી

મુસાફર ભાવનગર રેલવે સ્ટેશનેથી રેલવેના ડબ્બામાં ચડે અને વરતેજ કે ખોડીયાર-રાપરા રેલવે સ્ટેશનથી ટ્રેના ડબ્બામાં પ્રવેશ કરે એ બન્ને સ્થિતિ વચ્ચે લાખ ગાડાંનો ફેર છે. ભાવનગર રેલવે સ્ટેશને ડબ્બામાં પ્રવેશ કરતી વેળા અકસ્માત થવાની સંભાવના સામાન્ય રીતે હોતી નથી. જ્યારે તે.ની સરખામણીએ વરતેજ અને રાજપરા ખોડીયાર જેવા સ્ટેશનોએ અકસ્માત થવાની કે પડવા આખડવાની સંભાવના 40થી 50 ટકા જેટલી વધારે હોય છે. પરિણામે આ બન્ને રેલવે સ્ટેશનોએ હાઇ લેવલ પ્લેટફોર્મની સુવિધા આપવા માંગ ઊઠી છે.

ભાવનગર સ્ટેશને જયારે મુસાફર રેલગાડીના ડબામાં ચડે છે ત્યારે તેને એકાદ પગથિયું ચડવાનું રહે છે કારણ કે અહીં હાઇ લેવલ પ્લેટફોર્મ છે. રેલવેના પ્લેટફોર્મ 3 પ્રકારના હોય છે - લો લેવલ, મીડીયમ લેવલ અને હાઇ લેવલ. જ્યારે વરતેજ કે રાજપરા ખોડીયાર રેલ મથકે લો-લેવલ પ્લેટફોર્મ છે. તેના કારણે મુસાફરને ત્રણ કે ચાર પગથિયા ઊંચે ચડીને કબ્બામાં પ્રવેશ કરવો પડે છે. આવી સ્થિતિમાં ખાસ કરીને બાળકો અને મહિલા�ઓ કે વૃદ્ધોને ભારે તકલીફ પડે છે.

અન્ય સમાચારો પણ છે...