• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • આજે મેરેથોનમાં દોડશે ભાવનગર કુલ 9191 સ્પર્ધકો : 72થી 80 વર્ષના 4 વૃદ્ધો, 50 વિકલાંગો, 2369 મહિલા�ઓ સવારે 6 વા

આજે મેરેથોનમાં દોડશે ભાવનગર કુલ 9191 સ્પર્ધકો : 72થી 80 વર્ષના 4 વૃદ્ધો, 50 વિકલાંગો, 2369 મહિલા�ઓ સવારે 6 વાગ્યાથી દોડશે : 21 િક.મી. માટે 236 દોડવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 24 ફેબ્રુઆરી

ભાવનગર પોલીસ તંત્રના સુરક્ષા સેતુ વિભાગ તથા ભાવનગર મહાનગર પાલીકા અને વહીવટી તંત્ર દ્વારા રવીવારે ભાવનગર હાફ મેરેથોનનું આયોજન કરવામા આવ્યું છે. જેમા જુદા જુદા કી.મી.ના 4 વિભાગ પાડવામા આવ્યા છે.આ તમામ વિભાગમાં કુલ 9191 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ મેરેથોનમા ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત સહિતના રાજયના અનેક રમતવીરો ઉપરા઼ત કેન્યા,યુથોપીયા,યુ.એસ.એસ.એ ના દોડવીરો પણ ભાગ લઇ રહયા હોવાનુ સીટી ડીવાયએસપી.મનીષઠાકરે જણાવ્યું હતુ.

શહેરના જવાહર મેદાન ખાતેથી શરૂ થનાર આ રૂટમાં 3 કી.મી.,5 કી.મી.,10 કી.મી.,અને 21 કી.મી.નો સમાવેશ થાય છે.જવાહર મેદાન ખાતે આ માટે વીભાગ વાઇઝ ગેટ ઉભા કરાયા છે.3 કી.મી.ના રૂટમાં સોૈ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જયારે 21 કી.મી.ના રૂટમા236 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ચારેય રૂટમાં 1 થી 3 કર્મે આવનાર દોડવીરોને અનુક્રમે 1 લાખ,60 હજાર અને 30 હજાર એમ ઇનામ રાખવામા આવ્યા છે.આ ઇનામો મેઇલ અને ફીમેલ બન્ને માટે રખાયા છે.રવીવારે સવારે 6 વાગ્યે આ હાફ મેરેથોનને આઇજીપી અમીતકુમાર વિશ્વકર્મા,એસપી પ્રવીણસીંહ માલ તથા મેયર નીમુબેન બાંભણીયા વગેરે દ્વારા ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવવામા આવશે.આ હાફ મેરેથોનમાં વિધાર્ક્ષ્થીઓ ઉપરાંત મહાનુભાવો,ઉઘધોગપતિઓ,વેપારીઓ,કર્મચારીઓ અને આમ જનતા જોડાયેલ છે. જુદા-જુદા સર્કલો પર દોડવીરોને પ્રાત્સાહીત કરવા લોકો દ્વારા ચીરઅપ કરવામા આવશે.

મેરેથોનમા વૃધ્ધો,વિકલાંગો પણ ભાગ લેશે
3 કીલો મીટરમાં લલિત કુમાર ખીમચંદભાઇ શાહ (ઉ.વ.72), 5 કી.મી.માં ભરતભાઇ ભીમાણી (ઉ.વ.80), 10 કીલો મીટરમાં ઇશ્વરભાઇ પરમાર (ઉ.વ.77) અને 21.5 કીલો મીટરમાં પ્રેમ શંકરભાઇ પંડયા (ઉ.વ.78) ભાગ લેનાર છે.જયારે 50 થી વધારે વિકલાંગ બાળકો એ પણ ભાગ લીધો છે. જ્યારે 2369 મહિલાઓએ પણ ભાગ લીધો છે.

દોડના કી.મી. સ્પર્ધકો

3 કિ.મી. 5924

5 કિ.મી. 1693

10 કિ.મી. 1358

21.5 કિ.મી. 236

કુલ 9191

આજે સિટીબસ સેવા બંધ રહેશે
શહેરમાં ચાલતી સીટી બસ સેવા તા.25/2 ને રવીવારના રોજ હાફ મેરેથોન હોવાથી સિટી બસ બંધ રહેશે અને સોમવારથી સીટી બસ સેવા રાબેતા મુજબ શરૂ થશે.

આટલું અચૂક યાદ રાખો
દોડવાની શરૂઆત કરતા પહેલા વોર્મ અપ માટેની કસરતો તથા નિયમિત શ્વાસશ્વાસની ક્રિયા ખાસ કરીને નાકથી શ્વાસ લઇ મોઢાથી બહાર કાઢવાની ક્રિયા કરવી

દોડવાનું પૂરું કર્યા બાદ યોગ્ય કસરતો કરવી જોઇએ

શરીરના વિવિ ધ ભાગો પર વેસેલીન લગાડવું જેથી દોડતી વખતે શરીરના ભાગો વચ્ચે થતા ઘર્ષણના લીધે થતી નાની મોટી ઇજા�ઓ ટાળી શકાય. (પગની આંગળી�ઓ વચ્ચે પણ વેસેલીન લગાવી શકાય)

જ્યારે દોડ શરૂ કરો ત્યા રે દોડના પ્રથમ ચરણમાં ધીમા અને સમતોલ પગલા ભરો પરંતુ બીજા ચરણમાં તમારી અનુકૂળતા મુજબ તમારી ઝડપ વધારી શકો છો.

દોડતી વખતે પોચી ગાદીવાળા બુટ પહેરવા.

અન્ય સમાચારો પણ છે...