બોટાદમાં પોણા બે માસના વિરામ બાદ ધોધમાર વરસાદ

વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:41 AM
Bhavnagar - બોટાદમાં પોણા બે માસના વિરામ બાદ ધોધમાર વરસાદ
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 10 સપ્ટેમ્બર

આજથી ભાદરવા માસનો આરંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં તો આજે ગરમી વધી હતી પણ બોટાદ ખાતે પોણા બે માસ જેવા લાંબા સમયગાળા બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસી ગયો હતો.

બોટાદ પંથકમાં છેલ્લા પોણા બે માસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે અચાનક સાંજના 6 વાગ્યા આસપાસ વાદળીયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડતા શહેરનાં વિવિધ માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. વરસાદનાં પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સાંજે 6-00 આસપાસ શરૂ થયેલ ધોધમાર વરસાદ સાંજના 6-30 કલાકે વિરામ લીધો હતો.

X
Bhavnagar - બોટાદમાં પોણા બે માસના વિરામ બાદ ધોધમાર વરસાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App