દરજીકામ કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો

Bhavnagar - દરજીકામ કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:41 AM IST
ભાવનગર, તળાજા અને મહુવા પંથકમાં ગળાફાંસો ખાવાથી, જાતે સળગી જવાથી અને ઈલે. શોક લાગવાના બનેલા બનાવોમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા.

ભાવનગર શહેરના એમજી રોડ પર આવેલ શેરડીપીઠના ડેલામાં આવેલ અલાણા ચેમ્બર્સના ચોથામાળે આવેલ એક પડતર દુકાનમાં આ બિલ્ડીંગમાં જ દરજીનું કામ કરતા અને એકલવાયું જીવન જીવતા ભરતભાઈ ભાઈચંદભાઈ અજવાળીયા (ઉં.વ.50)એ જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.

જ્યારે બીજા બનાવમાં તળાજાના સરતાનપર બંદરે રહેતા રમેશભાઈ શાંતીભાઈના પત્ની કંચનબેન રમેશભાઈએ ગઈકાલે મધરાતે પોતાના ગામના ચોકમાં આવેલ થાંભલા પર કોઈ અકળ કારણોસર ચુંદડીથી ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. ત્રીજા બનાવમાં મહુવા માસુમભાઈની વાડીમાં રહેતા નંદીનીબેન હરેશભાઈ વાસવાણી (ઉં.વ.35) િબમારીથી કંટાળી જાતે સળગી જઈ અાત્મહત્યા વ્હોરી લીધી હતી. ચોથા બનાવમાં તળાજાના મહાદેવપરા ગામે રહેતા સુરસંગભાઈ વેલાભાઈ સોલંકી (ઉં.વ.60) આજે સવારે પોતાની વાડીમાં પાણીની મોટર શરૂ કરવા જતા અચાનક વિજ શોક લાગતા તેનું મોત નિપજ્યું હતું.

તળાજામાં ફાંસો ખાઈ, મહુવામાં સળગી જઈ બે મહિલાએ આપઘાત કર્યો

X
Bhavnagar - દરજીકામ કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી