Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - શહેરમાંથી દબાણો હટાવતું મ્યુ. તંત્ર હજુ પણ લારી-ગલ્લા મામલે અસ્પષ્ટ

શહેરમાંથી દબાણો હટાવતું મ્યુ. તંત્ર હજુ પણ લારી-ગલ્લા મામલે અસ્પષ્ટ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:41 AM

આંખ આડા કાન | રોડ ખુલ્લા કર્યા પણ લારી-ગલ્લા યથાવત લારી-ગલ્લા નહીં હટાવવા 2006માં વેન્ડર્સ પોલિસીના સર્વેનો...

  • Bhavnagar - શહેરમાંથી દબાણો હટાવતું મ્યુ. તંત્ર હજુ પણ લારી-ગલ્લા મામલે અસ્પષ્ટ
    ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |15 સપ્ટેમ્બર

    ભાવનગર શહેરમાં દબાણ હટાવવામાં મ્યુ. કોર્પોરેશન ઝંુબેશ હાથ ધરી રહી છે, પણ રોડ ખુલ્લા કર્યા તેમાં હવે મોટા ભાગે લારી-ગલ્લા જ ઉભેલા દેખાય છે કારણ કે જે લારી-ગલ્લા ઉભા છે તેમાં કોર્ટનો સ્ટે છે. અધુરામાં પુરૂં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી ઘડવા માટે સર્વે કરાયો તેમાં લારી-ગલ્લા ધારકોનો સમાવેશ નહીં કરાતા ફરી ગત વર્ષે 2017માં બીજો સ્ટે મુકવામાં આવ્યો છે. તંત્રએ આ મામલે ઉકેલ લાવશે પછી જ શહેરના રસ્તાઓ ખુલ્લા થશે.

    શહેરમાં રોડ ખુલ્લા કરવા કોર્પોરેશને મકાનો, ઓટલા તોડવાનંુ શરૂ કર્યંુ છે, તો બીજી બાજુ નવા ગેરકાયદે બાંધકામો ચાલુ જ છે, દબાણો અસંખ્ય છે, પણ મુખ્ય દબાણો અને રોજીંદા લોકોનો વધુ ધસારો હોય તેવા દબાણોને પ્રથમ લક્ષ્ય આપવામાં આવે તો ઝંુબેશ લેખે લાગે તેમ છે, જ્યારથી દબાણ શરૂ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં કેટલા સ્થળોએ હતી એની એજ સ્થિતિ છે, ફરી તે સ્થળ પર વિઝીટ લેવાની તંત્રએ તસ્દી લેવી જોઇએ.

    પરંતુ સૌથી મહત્ત્વપૂર્વ વાત એ છે કે, રસ્તાઓ ખુલ્લા કરવામાં ખાસ કરીને લારી-ગલ્લાના દબાણો નોંધપાત્ર છે. પણ તેમાં કોર્ટનો સ્ટે છે, જેથી તંત્ર પોતાની મજબુરી હોવાની રટન કરે છે.

    ખરેખર શહેરના માર્ગો ખુલ્લા જ કરવા હોય તો કોર્ટના સ્ટે મામલે લારી-ગલ્લાધારકો સાથે કોઇ સમજુતી કરીને કોઇ ઉકેલ લાવવો જોઇએ.હાલમાં બે સ્ટે છે, સને. 2006માં લારી ગલ્લા નહીં હટાવવા સ્ટે લવાયો હતો, ત્યાર બાદ વેન્ડર્સ પોલિસ ઘડવામાં સર્વે ચાલુ કરાયો પણ તે કમિટીમાં લારી -ગલ્લા ધારકોનો સમાવેશ નહીં કરાતા ફરી આ સર્વે પર સ્ટે લાવવામાં આવ્યો હતો.

    આમ, દબાણ હટાવની વાતો થાય છે પરંતુ હટાવવામાં લારી-ગલ્લાના મામલે કોર્પોરેશન હજુ અસ્પષ્ટ છે.

    શહેરમાં 416 લારી-ગલ્લા ઉપર સ્ટે

    માત્ર લારી-ગલ્લાનો પણ કોઇ વિકલ્પ શોધવામાં આવે તો મોટા ભાગના માર્ગો ખુલ્લા થઇ શકે તેમ છે જે સ્ટે મુકવામાં આવ્યો છે તેમાં 416 લારી-ગલ્લાઓ છે જેને નહીં હટાવવા કોર્ટે સ્ટે આપતા મ્યુ. કોર્પોરેશનના હાથ બંધાઇ ગયા છે, આ મામલે કોઇ ઉકેલ આવે તો 416 ગલ્લાધારકો રોડ પરની કોઇ જગ્યાએ સ્થળાંતર કરીને રસ્તાઓ ખુલ્લા કરી શકે તેમ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ