પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાનું અગ્નિસ્નાન : મોત

પરિણીતાના હજુ છ માસ પૂર્વે લગ્ન થયા હતા : પોલીસ તપાસ શરૂ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાનું અગ્નિસ્નાન : મોત
શહેરના તીલકનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી આજે જાતે કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત વ્હોરી લીધાની બી. ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના તિલકનગર િવસ્તારમાં રહેતા પ્રકાશ મફાભાઈ મકવાણાના લગ્ન કવિતાબેન સાથે છ માસ પહેલા થયા હતા. ત્યારબાદ પતિ પ્રકાશ તથા સાસુ રંભાબેન મફાભાઈ મકવાણા (રહે. બંને િતલકનગર) તેણીને કોઈપણ કારણોસર અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી કવિતાબહેને આજે પોતાના ઘરે જાતે કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત વહોરી લીધો હતો. આ બાબતે મૃતકના ભાઈ રાહુલભાઈ જેન્તીભાઈ સાથરીયા (રહે.ભોજપરા)એ બી.ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

X
Bhavnagar - પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાનું અગ્નિસ્નાન : મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App